________________
શ્રી અભિનંદન જિન સ્તવન
[ ૧૪૫
(૧૫૬). અભિનંદન ચંદન સીતલ વચન વિલાસ,
સંવર સિદ્ધારથા નંદન ગુણમણિ વાસ; ત્રણસે ધનુ પ્રભુ તનું ઉપર અધિક પચાસ,
એક સહસ શું દિક્ષા લીયે છાંડી ભવ પાસ. ૧ કંચન વન સેહે વાનર લંછન સ્વામિ,
પચાસ લાખ પૂરવ આયુ ધરે શિવ ગામી; વર નયરી અધ્યા પ્રભુજીને અવતાર,
સમેતશિખર ગિરિ પામ્યા ભવને પાર. ૨ ત્રણ લાખ મુનીશ્વર તપ જપ સંયમ સાર,
ષટ લક્ષ સત્રીસ સાધ્વીનો પરિવાર; શાસન સુર ઈશ્વર સંઘનાં વિઘન નિવારે,
કાલી દુઃખ ટાલી પ્રભુ સેવકને તારે. ૩ તું ભાવભય ભંજન જન મનરંજન રૂપ,
મનમથ ગદ ગંજન અંજન રતિહિત સ૩૫; તું ભુવને વિરેચન ગત સચિન જગદીસે,
તુઝ લેચન લીલા લહિ સુખ નિત દીસે. ૪ તું દેલત દાયક જગનાયક જગબંધુ,
જિનવાણી સાચી તે તરિયા ભવસિંધુ; તું મુનિ મનપંકજ ભમર અમર નરરાય,
ઊભા તુઝ સે બુધ જન તુજ જસ ગાય. ૫
૧ કામદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org