________________
૧૨૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
શ્રી વિનીતવિજયજી કૃત.
વંદોરે ભવિકા સંભવનાથ જિમુંદા, જિતારિ નરવર વસે ઉગ્ય દિશૃંદા; લાલન ઉગ્ય દિશૃંદા. માત સેના દેવી ઉદરે અવતરીયા, કરમ ખપાવી પ્રભુ ભવજલ તરીયા. લાલન ભવજલ તરીયા.૧ અનોપમ સાહિબ મેં તોરી સેવા પામી, તો લહી વંછિત સુખ સંપદ સ્વામી, લાલન સંપદ સ્વામી. તાહ દરિશણ જિનજી લાગે છે પ્યારો, એક વાર મહિ નેહ નિજરે નિહાળો. લાલન નિજરે નિહાળે.૨ જિમ દિનકર ઉગે કમળ વિકાસે તિમ તુમ દીઠે મેરું મનડું હસે, લાલન મનડું હીંચે. તમે નિરાગી માહરા મનડાના રાગી, તુમ શું પુરવ ભવની પ્રીતડી જાગી. લાલન પ્રીતડી જાગી. ૩ તું મેરે દિલકે જાની તુંહી છે ગ્યાની, માહરા પ્રભુજી તાહરી અકળ કહાની લાલન અકળ કહાની. અકળ સરૂપ નિરંજન કહીયે, તારી આણુ સદા શીર વહીયે. લાલન સદા શીર વહીયે. ૪ વાહલ ધરી સાહિબ ચાકરી કીજે, તે મન મનાવ્યા વિણ કીમ રીઝેલાલન વિણ કીમ રીઝે. પંડિત મેરૂવિજય ગુરૂચરણે, સેવક વિનીત કહે રાખે શરણે. ૫
૧ મને. ૨ નજરે. ૩ વાત. ૪ આજ્ઞા. ૫ વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org