________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૦૭
- -
-
-
એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; જિનવર પૂજે. કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતિત કરાય. જિનવર પૂજે. પ્રભુપણે પ્રભુ ઓળખીરે, અમલ વિમલ ગુણ ગેહ, જિનવર પૂજે સાધ્યદષ્ટિ સાધકપણેરે, વંદે ધન્ય નર તેહ. જિનવર પૂજો. જન્મ કૃતારથ તેહનરે, દિવસ સફલ પણ તાસ; જિનવર પૂજે. જગત શરણ જિન ચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ જિનવર પૂજે. નિજ સત્તા નિજ ભાવથીરે, ગુણ અનંતનું ઠાણુ જિનવર પૂજે; દેવચંદ્ર જિનરાજજીરે, શુદ્ધ સિદ્ધ સુખ ખાણ જિનવર પૂજે.
શ્રી મેહનવિજયજી કૃત
(૧૦૫) સમકિત દાતા સમકિત આપ, મન માગે થઈ મીઠું,
છતી વસ્તુ દેતાં શું શો, મીઠું જે સહુએ દીઠું. પ્યારા પ્રાણ થકી છે રાજ, સંભવ જિનજી મુજને. ૧
એમ મત જાણે જે આપે લહીએ, તે લાધું શું લેવું; પણ પરમારથ પ્રીછી આપે, તેહિ જ કહીએ દેવું. યારા. ૨
અથી હું તું અર્થ સમર્પક, ઈમ મત કર હાંસુ પ્રકટ હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું. યારા. ૩ - પરમ પુરુષ તમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ, તેણે રૂપે તમને અમે ભજીએ, તેણે તુમ હાથ વડાઈ. પ્યારા. ૪ - ૧ ઓળખી. ૨ આપનાર, ૩ હાંશી, મકરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org