________________
ખંડ બીજો.
પટ એ અત્યંત દુઃખરૂપ છે, કેમકે કંથી જુદી પડેલી કામિની સળગતી હોળી જેવી બળતી જ રહે છે.
કુંવરે તે સાંભળી કહ્યું“હે સુંદરી ! સાંભળ, હાલમાં તું તારી સાસુજીનાં ચરણકમળની સેવા કર, હું મારું મનચિતિત કાર્ય સિદ્ધ કરી તુરત જ અહીં આવી પહોંચીશ.
એકલાં રહેવાનું મન ન છતાં પણ પતિની આજ્ઞા પાળ્યા વિના છૂટકે જ ન હોવાથી મયણાસુંદરી બોલી કે–“પિયુજી! આપનું વચન મારે કબુલ છે. મારો જીવ આપના ચરણકમલમાં જ લુબ્ધ રહેનાર હોવાને લીધે આ શરીર તે પંખી વિનાના સૂના પાંજરાની પેઠે ખાલી ખોખા જેવું જ પડ્યું રહેનાર છે. હવે જેમ એગ્ય જણાય તેમ કરવા આપ મુખતિયાર છે. એટલું બોલી પુનઃ વિનવવા લાગી કે –
–૧ થી ૪
ઢાળ બીજી-રાગ મલ્હાર–કેસ્યા ઊભી આંગણે—એ દેશી. વાલમ વહેલારે આવજો, કરજો માહરી સાર રે; રખે રે વિસારી મૂકતા, લહી નવી નવી નાર રે. વા. ૧ આજથી કરીશ એકાસણું, કર્યો સચિત્ત પરિહાર રે; કેવલ ભૂમિ સંથારશું, તજ્યાં ર-નાન શણગાર રે. વા૦ ૨ તે દિન વળી કદી આવશે! જિહાં દેખીશ પિયુ પાય રે;
વિરહની વેદના વારશું, સિદ્ધચક્ર સુપસાય રે. વાલમ- ૩ અર્થ –વાલમજી ! આપ મનોરથ સિદ્ધિ મેળવી પાછા અહીં વહેલા પધારજો અને મારી સંભાળ લેજે, તેમજ મને વિસારી ન દેતાં યાદ રાખજે; કેમકે આપ ભાગ્યવંત રાજન નવીન નવીન રાજકન્યાઓને વરસે જેથી તેઓની સમૃદ્ધિ ગુણ આદિ વિશેષ જણાતાં કદાચ મને વિસારી ન દેશે. માટે જ પુનઃ પુનઃ અરજ છે કે-વાલમ હેલેરી આવજેપ્રાણજીવનજી ! હેલા પધારવાની જરૂર એ છે કે-આપને પધારવાને લીધે આજથી હું આપશ્રી ફરી અહીં પધારશે ત્યાં સુધી એકાસણા કરીશ. તથા જે જે સચિત્ત વસ્તુઓ છે તે સર્વને પણ આજથી ત્યાગ કરીશ. તેમજ ભેંય ઉપર જ બિછાનું કરી સૂવાનો નિયમ જાળવીશ, અને પીઠી ચોળીને-તેલ મર્દન કરીને વિકારી ભાવને પેિદા કરનાર સ્નાન તથા ગાર—ઘરેણાં–કાજળ પાનબીડું વગેરે સઘળાં ત્યજી દઈશ. હે મસ્તકમુકુટમણિ! તે દિવસ ફરીને કયારે આવશે કે જે દિવસે હું આપ સ્વામીનાથના ચરણકમળનાં દર્શન કરીશ ! અને કયારે ઈષ્ટદેવ શ્રી સિદ્ધચકજીના પ્રતાપથી વિયેગની અસહ્ય વેદના દૂર કરીશ ! માટે જ ફરી ફરીને વિનવું છું કે-વાલમ વહેલા રે આવજે.
–૧ થી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org