________________
શ્રીપાળ રાજાનો રાસ.
એ જોઈને તમામ જેનાર લોકોને બહુ જ આશ્ચર્ય લાગ્યું અને કહેવા લાગ્યા કે “વાહ ! શ્રી સિદ્ધચક્રજીને મહિમા તે જુઓ ! ફક્ત નવ દિવસમાં જ ભયંકર રોગ નાશ થઈ ગ!” પતિને સુંદરતા પ્રાપ્ત થઈ તે જોઈ પતિભક્તિપરાયણ મયણાસુંદરી બેલી કે“હે રાજાજી ! આ બધે સદ્ગુરૂને જ પ્રતાપ છે. જગતની અંદર મા, બાપ, ભાઈ, બેટા વગેરે હિતનાં કરનારાં છે; પણ ગુરૂના સરખાં વગરસ્વાર્થ હિતના કરનાર કઈ પણ છે જ નહીં. ગુરૂ આ જન્મમાં કષ્ટ અને પરજન્મમાં દુર્ગતિમાં પડવું એને બંધ પાડી દે છે. ભલી બુદ્ધિ વડે ગુરૂની સેવા કરવાથી ઉત્તમ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય છે, ગુરૂ દરેક ચીજની જાણ પાડવામાં દીવા સરખા અને ઈષ્ટસિદ્ધિ સફળ કરવામાં દેવસરખા છે. એવા જ્ઞાની ગુરૂને અને તારક ધર્મને ધન્ય છે કે જેનો પ્રત્યક્ષપણે મહિમા જોવામાં આવ્યું, તે તપાસો.” ઈત્યાદિ પરસ્પર વાત થઈ. આ પ્રમાણે બનાવ બનેલ જોઈ મિથ્યાષ્ટિવાળા લેકે પણ જૈનધર્મની ઘણી જ પ્રશંસા કરવા લાગ્યાં અને બહુ જણાં સમકિત પામ્યાં. તેમ જ સાતસો કેઢિયાઓને કોઢ પણ હવણ જળના સ્પર્શથી જતો રહ્યો અને તેઓ સુખિયા થતાં સર્વે ઉંબરાણાની રજા માગી હર્ષ સહિત પોતપિતાને ઠેકાણે ગયા. –૧ થી ૮
એક દિન જિણવર પ્રણમી પાય, પાછા વળતાં દીઠી માય; હરખ ધરીને ચરણે નમે, મયણા પણ આવી તિણે સમે. ૯ સાસુ જાણી પાએ પડે, વિનય કરંતાં ગિરૂઆઈ ચઢે; સાસુ વહુને દે આશીષ, અચરિજ દેખી ધૂણે શીષ. ૧૦ કહે કુંવર માતાજી સુણે, એ પસાય સહુ તુમ વહુ તણે; ગયો રોગ – વાધ્યો રંગ, વળી લો જિનધર્મ પ્રસંગ. ૧૧ સુગુણ વહુ નિર્મલ નિજ નંદ, દેખી માય અધિક આણંદ, નિમ પરે વહુ તે જશ લીધ, સકલ કલા પૂરણ પીઉ કીધ. ૧૨ સુણો પુત્ર કોસંબી સુષ્ય, વૈદ્ય એક વૈદક બહુ ભણે; તેહ ભણી તિહાં જાઉં જામ, જ્ઞાની ગુરૂ મુજ મલિયા તા. ૧૩ મેં પૂછયું ગુરૂચરણે નમી, કર્મ કદથન બહુ ખમી; પુત્ર એક છે મુજ વાલહે, તે પણ કમે રોગે ગ્રહો. તેહ તણો કિમ જાશે રોગ, કે નહિ જાસે પાપ સંગ ? દયા કરી મુજ દાખો તેહ, હું છું તુમ ચરણની ખેહ. ૧૫
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org