________________
ખંડ પહેલો.
(ઢાળ આઠમીદેશી ચેપાઈ છંદની) આ સુદિ સાતમ સુવિચાર, એલી માંડી સ્ત્રી ભરતાર; અષ્ટપ્રકારી પૂજા કરી, આંબિલ કીધાં મન સંવરી. પહેલે આંબિલ મન અનુકૂલ, રોગ તણું તિહાં દાધું મૂળ; અંતરદાહ સયલ ઉપશમ્યો, યંત્રનવણ મહિમા મન રમ્યો. બીજે બિલ બાહિર ત્વચા, નિર્મળ થઈ જપતાં જિન ચા; એમ દિન દિન પ્રતિ વાધ્યો વાન, દેહ થયે સેવન સમાન. ૩ નવમે આંબિલ થયો નિરોગ, પામી યંત્રનવણ સંગ, સિદ્ધચક્રનો મહિમા જુઓ, સકલ લોક મન અચરિજ હુઓ. ૪ મયણુ કહે અવધારે રાય, એ સવિ સુહ ગુરૂ તણે પસાય; માત પિતા બંધવ સુત હોય, પણ ગુરૂસમ હિતુઓ નહિ કોય. ૫ કષ્ટ નિવારે ગુરૂ ઈહલોક, દુર્ગતિથી વારે પરલોક; સુમતિ હોય સશુરૂ સેવતાં, ગુરૂ દીવો ને ગુરૂ દેવતા. ૬ ધન ગુરુ જ્ઞાની ઘન એ ધર્મ, પ્રત્યક્ષ દીઠો જેનો મર્મ જૈનધર્મ પરશંસે સહ, બેલિબીજ પામ્યા તિહાં બહુ. સાતમેં રોગીના રોગ, નાઠા યંત્ર નવણ સંગ;
તે સાતમેં સુખીયા થયા, હરખ્યા નિજ નિજ થાનક ગયા. ૮ અથ–આ પ્રમાણે કરતાં જ્યારે આસો સુદ સાતમ આવી પહોંચી ત્યારે સારા વિચાર સહિત તે સ્ત્રી ભરતારે આંબિલની ઓળી આદરી અને અષ્ટપ્રકારી પૂજા કરી, મનને સંવરભાવમાં કાયમ કરી આંબિલ કરવાં શરૂ કર્યા. પહેલે આંબિલે મનની અનુકૂળતા મુજબ ઉંબરાણાના કોઢરેગનું ૧ લી બળી ભસ્મ થઈ ગયું, એથી શરીર અંદરની બળતરા મટી ગઈ. આમ થવાથી શ્રીસિ ચકજીના યંત્રન્હવણને મહીમા મનમાં રમવા લાગ્યા; કેમકે પ્રતીતિ થઈ આવી, બીજ આંબિલે રૂચિ સહિત વધતા ભાવવડે શ્રીસિદ્ધચક ભગવાનને જાપ જપતાં ઉપરની ચામડી પણ સુંદર થઈ આવી, અને એક પછી એક દિવસ જતાં cવણ પ્રતાપથી શરીર સોનાસરખું નિર્મળ વર્ણવાળું તેજસ્વી બન્યું અને નવમે દિવસે તે યંત્રન્ડવણના સોગથી રૂંવાડામાં પણ રોગનો અંશ રહ્યો નહીં, એથી નિરોગી થયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org