SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવપદજીની ઓળીના ઉજમણુની વિધિ. સાડાચાર વર્ષે એકયાશી આયંબિલે નવ ઓળી પૂર્ણ થાય, તે વખતે ઉજમણું તે હાલના રિવાજ મુજબ શ્રીજિનેશ્વરના મંદિરને વિષે અથવા પિતાના વિસ્તારવાળા ઘરને વિષે શુદ્ધ નિરવ તે સ્થાનને સુશોભિત કરી ત્યાં શ્રી સિદ્ધચક્રજીના મંડપની રચના કરવી. તે આ પ્રમાણે પ્રથમ અરિહંતપદને વેત ધાન્યમય સ્થાપે અને પૂર્વ દિશાએ સિદ્ધપદને રક્ત ધાન્યમય સ્થાપે, તથા દક્ષિણ દિશાએ આચાર્ય પદને પીતવર્ણ ધાન્યમય સ્થાપે, તથા પશ્ચિમ દિશાએ ઉપાધ્યાયપદને નીલવણ ધાન્યમય સ્થાપે, અને ઉત્તર દિશાએ સાધુપદને શ્યામવર્ણ ધાન્યમય સ્થાપે. પછી ચારે વિદિશાઓને વિષે દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ, એ ચાર પદને શ્વેત ધાન્યમય સ્થાપે. તેમાં ઉત્તર પૂર્વ વચ્ચે ઈશાન ખુણે દર્શન પદ સ્થાપવું. પૂર્વ દક્ષિણે વચ્ચે અગ્નિ ખૂણે જ્ઞાનપદ સ્થાપવું. દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈરૂત્ય પણે ચારિત્રપદ સ્થાપવું અને પશ્ચિમ ઉત્તર વચ્ચે વાયવ્ય ખૂણે તપપદ સ્થાપવું. એ રીતે નવ પાંખડીનું કમળ કરી નવપદની સ્થાપના કરવી. પછી ત્રણ વેદિકા યુક્ત પીઠિકાની રચના સાથે કરવી. તેમાંથી પહેલી વેદિકા રક્તવર્ણ ધાન્યમય, બીજી પિતવર્ણ ધાન્યમય અને ત્રીજી વેતવર્ણ ધાન્યમય, પ્રથમ વેદિકાને પાંચવર્ણ ધાન્યનાં કાંગરા, બીજી વેદિકાને રક્તવર્ણ ધાન્યનાં કાંગરા અને ત્રીજી વેદિકાને પીતવર્ણ ધાન્યનાં કાંગરા કરવા. વળી તે ઉપર નવ ગઢ કરવા વળી જે રીતે ધાન્યના રંગ તથા પદના રંગ કહ્યા તે રીતે કરી વિવિધ રંગના ફળ–ધ્વજાઓ નિવેદ્ય વગેરે તે આગળ ધરી, પદે પદે શ્રીફળ વગેરે ધરવાં, અને શ્રીનવપદજીની પૂજા ભણાવવી, તથા યથાશક્તિ નીચે પ્રમાણેની નવ, નવ, વસ્તુઓ જ્ઞાનનાં ઉપકરણો વગેરે મૂકવાં. ૧. દર્શનના ઉપકરણ દેરાસર, ધેતિયાં, કટોરી, જુમર, સિદ્ધચકના ગઠ્ઠા, રકાબી, વાળાકુચી, ઘંટડી, નવકારવાળી, સ્થાપના, આચમની, ત્રાંબાકુડી, અષ્ટમાંગલિક, આરતી, ધૂપધાણાં, મંગલ દીપક, ચંદરવા–પંડીયા, તેરણ, હીરા ચેત્રીશ, લીલમ પચીશ, મોતી નંગ ૨૩૮, લાખીણો હાર એક. ધર્મશાળા, જિર્ણોદ્ધાર, બંગલુછણા, ચંદનના કટકા, તિલક, સિદ્ધચકની પીઠિકા, કામળી, પછેડી, છત્ર, ચામર, મોરપિંછી, વાટકી, કચોળા, થાળી, પંજણી, કેસર ઘસવાના એરશીયા, દીવી, માણિક એકત્રીશ, એનેરી વરખ ૧૦૦, રૂપાના વરખ ૧૦૦, શ્રીફળના ગોટા પંચવણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy