SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ હર શ્રીપાળ રાજાનો રાસ. તેમ જ નથી એટલામાં બધું સમજી લે.” આ શ્રીપાળના રાસની રચનામાં સાતમી ઢાળ પૂરી થઈ વિનયવિજયજી ઈચ્છે છે કે-આ રાસ સાંળળનારાઓને ત્યાં મંગલમાળા થજે. –૧૦–૩૨ દેહરા છંદ શ્રી મુનિચંદ્ર મુનીશ્વરે, સિયંત્ર કરી દીધ; ઈહ ભવ પરભવ એહથી, ફલશે વાંછિત સિદ્ધ. શ્રીગુરૂ શ્રાવકને કહે, એ બેઉ સુગુણનિધાન; કઈક અવસર પામિર્યે, સેવ થઈ સાવધાન. ૨ સાતમીના સગપણ સમું, અવર ન સગપણ કેય; ભક્તિ કરે સાતમી તણી, સમકિત નિર્મલ હોય. ૩ પધરાવે આદર કરી, સાતમી નિજ આવાસ; ભક્તિ કરે નવ નવ પરે, આણી મન ઉલ્લાસ. ૪ તિહાં સઘલો વિધિ સાચવે, પામી ગુરૂ ઉપદેશ સિદ્ધચક્ર પૂજા કરે, આંબિલ તપ સવિશેષ. ૫ અર્થ આ પ્રમાણે યંત્રરાજનો વિધિ અને મહાસ્ય કહી સિદ્ધચકજીને યંત્ર તૈયાર કરી મયણાસુંદરીના પતિ ઉંબરાણાના હાથમાં આપી મુનિચંદ્રસૂરીએ આશિર્વચનમાં કહ્યું કે–“તમે બનેની આ યંત્રરાજના આરાધનથી આ ભવમાં અને પરભવમાં ચિંતવેલી તમામ કાર્યસિદ્ધિ સફળ થશે.” પછી તે ગુરૂએ એક ધનાઢ્ય અને ગુરૂભક્ત ધર્મજ્ઞ શ્રાવકને કહ્યું કે –“આ સ્ત્રી પુરૂષ અને સારા ગુણોના ભંડાર સરખાં છે, એમ તેઓનાં ઉત્તમ લક્ષણેથી જાણું છું, જેથી તેઓ થોડા જ વખતમાં જિનશાસનમાં પ્રભાવિક થશે; માટે આવાં મનુષ્ય પુણ્યગે જ કઈક અવસરે હાથ લાગે છે, એમ જાણ એની સાવધાનપણે સેવા કરે. કેમકે સાધમના સગપણ કરતાં બીજું એક સગપણ વધારે વખાણવા લાયક નથી અને સાધર્મિકની ભક્તિ કરવાથી પોતાનું સમકિત નિર્મળ થાય છે.” આ પ્રમાણે ગુરૂનું કહેવું થતાં ગુરૂવચનવિશ્વાસી શ્રાવક તેઓ બન્નેને આદર સહિત પિતાને ઘેર લઈ ગયો અને મનમાં ઉલ્લાસ લાવી તમામ રીતે ભક્તિ કરવા લાગ્યું. તેઓ દંપતી શ્રી સિદ્ધચક્રજીનું પૂજન તથા સારી રીતે આંબિલનો તપ કરતાં હતાં અને તે સંબંધીને તમામ વિધિ ગુરૂની આજ્ઞાને અનુસરી તે પુણ્યવંત શ્રાવક સાચવતો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy