________________
છે. શ્રી સિદ્ધચકાય નમઃ શ્રી નવપદજી પૂજા.
શ્રી નવપદ પૂજા વિધિ.
આ પૂજામાં જે જે ચીજો અવશ્ય જોઈએ તેમાંની કેટલીક ચીજોનાં નામ લખીએ છિએ.
- દૂધ, દહીં, વ્રત, શર્કરા, શુદ્ધ જળ, એ પંચામૃત તથા કેસર, સુગંધી ચંદન, કપૂર, કસ્તુરી, અમર, રોલી, મૌલી, છુટાં ફૂલ, ફૂલ, ફૂલની માળા, ફૂલેનાં ચંદુવા, ધૂપ, તાંદુલ પ્રમુખ, નવ પ્રકારની પકવ વસ્તુ, મીશ્રી, પતાસાં ઓલા પ્રમુખ, તથા અંગલૂહણાને વાસ્તે સફેદ વસ્ત્ર, અને પહેરાવવાને વાતે ઉત્તમ રેશમી વસ્ત્ર, વાસક્ષેપ, ગુલાબજળ, અત્તર ઈત્યાદિક બીજા પણ નવ, નવ નાળીના કળશ, નવ કેબી, પરાત (ત્રાસ) તસલા, આરતી, મંગળદીપક, ભગવાનની આંગી, સમવસરણ, ઈત્યાદિક સર્વ વસ્તુ પ્રથમથી ઠીક કરીને રાખવી. એ થકી પૂજામાં વિન ન હોય. એ સંક્ષેપ વિધિ કહ્યો. વિશેષ વિધિ ગુરૂ થકી જાણો.
કળશ વિધિ ચૈત્ર તથા આશ્વિન માસમાં એ પૂજાએ ભણાવે તે વારે નવ સ્નાત્રિયા કરીયે, મોટા કળશ પ્રમુખમાં પંચામૃત ભરીયે, સ્થાપનામાં શ્રીફળ તથા રોકડ નાણું ધરીયે, કેસરથી તિલક કરે, કંકણદરે હાથે બાંધે, ડાબા હાથમાં સ્વસ્તિક કરીને વિધિ સહિત સ્નાત્ર ભણાવે. - ૧ પ્રથમ શ્રી ઢિંતા વેતવણે છે માટે તાંદુલ, (ખ) ધૂપ, દીપ, નૈવેદ્ય પ્રમુખ અષ્ટ દ્રવ્ય, વાસક્ષેપ, નાગરવેલ પ્રમુખનાં પાન, કેબીમાં ધરીને તે કેબી હાથમાં રાખે. નવકળશને મીલીસૂત્ર બાંધી કુકમના સ્વસ્તિક કરી, પંચામૃતથી ભરીને તે કળશે હાથમાં લઈ પ્રથમ શ્રી અરિહંતપદની પૂજન ભણે તે સંપૂર્ણ ભણી રહ્યા પછી મોટા પરાતમાં (થાલમાં) પ્રતિમાજીને પધરાવે. પછી “ » દી નમો અરિહૃતા” એ પ્રમાણે કહેતે થકે શ્રી અરિહંતપદની પૂજા કરે. અદ્રવ્ય અનુક્રમે ચઢાવે.
ઈતિ પ્રથમપદ પૂજા વિધિ. - ૨ બીજું સિદ્ધાઃ રક્ત વણે છે. માટે ઘઉં કેબીમાં ઘરી શ્રીફળ તથા અષ્ટ દ્રવ્ય લઈને નવ કળશ પંચામૃતથી ભરીને બીજી પૂજા ભણે તે સંપૂર્ણ થવાથી “હ્રીં નમો તિરણ” એમ કહી કળશ ઢળે, અષ્ટ દ્રવ્ય ચઢાવે.
ઈતિ દ્વિતીય પદ પૂજા વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org