SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્રજીનાં રતવો. વસુકર સિત આસહિ, આદિક લબ્ધિ નિદાન; ભેદે સમતા યુત ખિણ, દૃગુઘન કર્મ વિતાન. નવમે શ્રી તપપદ ભલે એ, ઈચ્છરોધ સરૂપ; વંદનસે નિત હીરધર્મ, દૂર ભવતુ ભવપ. ૩ નવપદજીનાં સ્તવને. (1) નવપદ ધરજે ધ્યાન, ભવિ તુમે નવપદ ધર ધ્યાન એ નવપદનું ધ્યાન કરંતા, પામે જીવ વિશ્રામ. ભવિ તુમે૧ અરિહંત, સિદ્ધ, આચારજ, પાઠક, સાધુ સકળ ગુણખાણ. ભવિ૦ ૨ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુમાન. ભવિ. ૩ આ ચિત્રની શુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણ. ભવિ૦ ૪ એમ એક્યાસી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન. ભવિ૦ ૫ પડિકમણું દોય ટંકનાં કીજે, પડિલેહણ બે વાર. ભવિ૦ ૬ દેવવંદન ત્રણ ટંકનાં કીજે, દેવ પૂજે ત્રિકાળ. ભવિ. ૭ બાર, આઠ, છત્રીશ, પચવીશને, સત્તાવીશ, સડસઠ સાર. ભવિ૦ ૮ એકાવન, સિત્તેર, પચાસનો, કાઉસગ્ગ કરે સાવધાન. ભo ૯ એક એક પદનું ગુણણું, ગણીએ દેય હજાર. ભવિ૦ ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવ પાર. ભવિ૦ ૧૧ કરજેડી સેવક ગુણ ગાવે, મેહન ગુણ મણિ માળ. ભવિ૦ ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ૦ ૧૩ (૨) (જગજીવન જગવાલો એ દેશી) શ્રી સિદ્ધચક આરાધીયે, શિવસુખ ફલ સહકાર લાલ રે; જ્ઞાનાદિક ત્રણ રત્નનું, તેજ ચઢાવણહાર લાલ રે. શ્રી સિ. ૧ ૌતમ પૂછતાં કહ્ય, વીર જિર્ણદ વિચાર લાલ રે; નવપદ મંત્ર આરાધતાં, ફલ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિત્ર ૨ ધર્મરથના ચાર ચક છે, ઉપશમ ને સુવિવેક લાલ રે; સંવર ત્રીજે જાણીયે, ચોથે સિદ્ધચક લાલ રે. શ્રી સિ૩ ચકી ચકને રથ બેલે, સાધે સયલ છ ખંડ લાલ રે; તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે, શ્રી સિત ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy