SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાનો રાસ. દર્શન પ્રાપ્ત થવાનાં હેતુ ધારણ કરે તે દર્શનનું, આઠ કર્મના જથ્થાને ખાલી કરે તે ચારિત્રનું, અને નિકાચિત કર્મ મેલને શેાધી દૂર કરે તે તપનું, એ નવે પદનું એકાગ્ર મન, વચન, તનવડે ધ્યાન ધરવામાં આવે તે મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે એ મોક્ષ મળવાનો ઉપાય છે. એ નવપદનું ધ્યાન ધરવાથી પોતાના આત્માનું સ્વભાવિક સ્ફટિક રત્નવત્ ઉજવળ રૂપ પ્રકાશમાં આવે એટલે કે જેમ સ્ફટિક રત્ન ઉજવળ હોય છે છતાં તેના નીચે કોઈ પણ રંગનો દાગ મૂકવાથી કે રંગ લગાડવાથી લાલ, પીળું, શ્યામ દેખાય; પણ તેનો રંગ વા દાગ ધોવાના પ્રયોગથી દૂર કરી દેવામાં આવતાં પાછું અસલ ઉજવળ સ્વરૂપ તેનું દેખાય તેમ આત્મા નિર્મળ છતાં કર્મથી લિસ થવાને લીધે મલિન સંસારી વિભાવી થઈ પડે, તેને નવપદધ્યાનથી કમ મલરહિત નિર્મળ થતાં જ રહેજે પિતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ઉત્તળ ગુણ પ્રગટ થાય છે, તેને આત્મદર્શન કહીએ. જે જીવે એ આત્મદર્શન કર્યું હોય તે જીવે સંસારરૂપ કુવાને ઢાંકી સંસારને મર્યાદામાં લાવી મૂક્યો ગણાય છે, માટે જ નવપદજીનું હમેશાં ધ્યાન કરવું. હવે જ્ઞાનનું બહુમાન કરે છે. અજ્ઞાન કષ્ટ કરનારા પુરુષો કોડે જન્મ લગી મહાન કઠિન તપશ્ચર્યા કર્યા કરે; તે પણ જેટલું પાપ ક્ષય ન કરી શકે તેટલું પાપ જ્ઞાની પુરૂષ શ્વાસોશ્વાસમાં ક્ષય કરી શકે છે, માટે જ જગતની અંદર કોઈ પણ વસ્તુ જ્ઞાનની બરોબરી કરી શકે તેમ છે જ નહીં; માટે જે પ્રાણું આત્મજ્ઞાનની અંદર મગ્ન થઈ સંસારી દશાને વિભાવરૂપ ગણે હમેશાં સ્વભાવદશામાં લીન રહી આત્મરમણ કરે છે, શરીર, ધન કે ઈદ્રિ સંબંધી સુખરૂપ પુગળ ખેલને ઇંદ્રજાળ સરખો ગણે છે, તેને કર્મળ લાગતો નથી, કેમકે તે ચિત્તમાં વિચારે છે કે પુદુંગળદ્વારા પુદ્ગળનું પોષણ કરવું તે વ્યાજબી નથી; પુગળનો ધર્મ સડવા, પડવા, વિધ્વંસ પાસવાને છે તેમાં હું આસક્ત થયે એથી જ અનંતકાળ લગી ભવમાં ભટકે, પરંતુ હવે શ્રીનિંદ્રપ્રરૂપિત અમૃતવાણુ વડે મે જાણી લીધું કે – સંસાર દુઃખદાઈ અને બાજીગરની બાજી જેવો છે, તે તેની ઉપર રકત થવું એ અજ્ઞાનીનું કામ છે. પુગળ ઉપર મમતાવંત થવું એ પણ અજ્ઞાનીનું જ કર્તવ્ય છે; જ્ઞાનીજન તો આત્મજ્ઞાનમાં જ લીન રહે છે. જે મનુષ્ય આત્મજ્ઞાન સાથે પૂરી પિછાણુ કરી દૂધમાં મળેલા પાણી અને લેઢાના ગળામાં પ્રવેશેલા અગ્નિની પેઠે તરૂપ થાય, તે મનુષ્ય આઠ કર્મના આવરણ વગરને થઈ આત્માના મૂળ ગુણો પ્રગટ કરી સિદ્ધિપદ મેળવે છે, માટે આત્મજ્ઞાનની રમણતા વડે જ સર્વ દુઃખહર્તા થવાય છે, અને પ્રગટપણે આત્મજ્ઞાન જ મોક્ષનું હેતુ થાય છે એ નિઃસંદેહ છે. એમ જાણીને મોક્ષાર્થિ જનોએ આત્માની પરિણતી સુધારવી એ જ સર્વ શ્રેયનું કારણ છે. શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે આ શ્રીપાલ રાસના ચોથા ખંડની અંદર સાતમી ઢાળ પૂર્ણ થઈ જે માનવ, નવપદજીને મહિમા સાંભળે તે પ્રાણ રૂડા જસના વિલાસને પામે. –૩૬ થી ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy