SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાના રાસ. ૨૨ આળસ થાય. બીજે મેહ નામના કાયિો કે જેના પ્રતાપથી સ્ત્રી, પુત્ર, ધનાદિના મેહપાશમાં લુબ્ધ બની ગુરુ પાસે જવાની ઈચ્છા પૂરી થવા જ ન દે. ત્રીજો અવજ્ઞા નામના કાડિયો કે જેના પ્રતાપથી, શું ગુરુ ખાવાનું કઇ દેશે ? રાજગાર કરીશું તો સુખે પેટ ભરી સંસારવ્યવહારના નિભાવ કરીશું, ઇત્યાદિ ચિંતવી ગુરુ સમીપ ન જાય અને ગુરુને અવિનય કરે તેવી મતિ થાય. ચેાથેા અભિમાન નામના કાડિયો કે જેના પ્રતાપથી મોટાઈ ભાંગી પડવાને લીધે ગુરુને નમવામાં સ્તબ્ધ રહે. પાંચમે ક્રોધ નામને કાઠિયો કે જેના પ્રતાપથી ગુરુ નઠારા કૃત્યથી બચાવવા ઉપદેશ કરે તે ન રૂચવાથી ક્રોધ કરી ગુરુની આગતા સ્વાગતા ન કરે, ન બોલાવે, વદના ન કરે. છઠ્ઠો પ્રમાદ નામના કાઠિયો કે જેના પ્રતાપથી, ગુરુ દનને ને ધર્મકથન શ્રવણને સમય જ ન સાચવી શકે. સાતમે કૃપણુતા નાગને કાફિયો કે જેના પ્રતાપથી, જો હું ગુરુ પાસે જઇશ તે ગુરુ સુકૃત્યમાં પૈસા ખર્ચ કરાવશે એવી કંજૂસાઈને લીધે ગુરુ પાસે ન જાય. આમે ભય નામના કાર્ડિયો કે જેના પ્રતાપ વડે ગુરુ વચનને ભય રાખે કે રખેને મને સુત્રેય આપી સાવદ્ય વ્યાપાર વડે મળતા લાભથી મધ પડાવી દેશે ! તેવા ભય રાખે. નવમે શાક નામના કાડિયો કે જેના પ્રતાપથી સગા સંબધી સ્નેહીના મરણને લઈને, ધન હાનિ આદિને લીધે શેકમાં જ લીન રહેતાં ગુરુ પાસે ન જાય. દશમા અજ્ઞાન નામના કાડિયા કે જે અજ્ઞાનના પ્રતાપથી ગુરુની પાસે ન જાય. અગિયારમે વિકથા નામના કાઠિયો કે જેના પ્રતાપથી, ગપ્પાં હાંકવામાં—નિંદા વચન કથવામાં—નકામી કુથલી કરવામાં–વિકથામાં તત્પર રહેતાં ગુરુ પાસે જવાનું ન બની શકે. ખારા કુતૂહલ નામના કાર્ડિયો કે જેના લીધે કૌતુક–૨૨ -રમ્મત-ગમ્મત-નાચ-નાટિક-ચેટક જોવામાં મગ્ન રહેવાથી ગુરુ પાસે જવાનેા વખત ન મળે, અને તેરમે વિષય નામને કાડિયા કે જેના પ્રતાપથી વિષયરમણમાં જ લીન રહેવાને લીધે ગુરુ સમીપ ન જાય. તેર કાડિયાના ચોગને સહવાસે ગુરુના યોગ વિદ્યમાન છતાં તેના યોગના લાભ ન લઈ શકાય. કર્દિ પૂર્વીકૃત સુકૃત યોગની પ્રખલ સત્તાથી ગુરુ દન કરવા તરફ વૃત્તિ દ્વારાઈ જેથી ગુરુ દન કર્યા, ધદેશના પણ સાંભળી; તથાપિ તેમાં રહેલા હિતકારક વચના પેાતાના હૃદયમાં ધારે નહિ, કેમકે પૂર્વ કાળમાં કુગુરુની સાખત કરેલી હાવાથી તે કુગુરુનાં માયિક વચન–મિથ્યા ઉપદેશે સખ્ત રીતે ચિત્તમાં અરૂચિ પેદા કરેલી છે એટલે કે જે હું કહું છું તે જ વચન સત્ય છે, આકી બધાએનાં કથન મિથ્યા છે. સત્યધર્મ જ આ છે માટે અન્ય ધી એના પાસમાં સપડાઈ વિધર્મ અંગીકાર કરીશ નહી.. બીજાએ પાખડી ધર્મોપદેશકેા છે, માટે આ વચનને વધાવી મનમદિરમાં પધરાવી રાખ કે જેથી તારા આત્માનું કલ્યાણ થઈ જાય ’ ઈત્યાદિ છળપૂ વચનચાતુરી વડે કુગુરુઓએ મનને ભ્રમિત કરી દીધેલ હાવાથી મુખ્ય જીવ તે વચનને જ વળગી રહી સત્ય આધ તરફ તિરસ્કાર બતાવે. આમ હાવાથી સદ્ગુરુ મળવા છતાં પણ સદ્બેષ શ્રવણ મનનાદિથી વિમુક્ત રહે અને ગુરુએ અંધશ્રદ્ધામાં લીન કરી દીધેલ હાવાના પ્રતાપ વડે સત્ય ધર્મો તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy