________________
ખંડ ચે.
૨૦૫
ઉપસમ અસિધારે ક્રોધને મારે, વિશ્વને તાજી. તું મવવજજે મદગિરિ ભજજે મોટકા; વારજી. માયા વિષવેલી ભૂલ ઉખેડી, વિશ્વનો તારૂજી. તે અજવ કીલે સહજ સલીલ સામટી.
વારૂજી. ૨ મૂછજલ ભરીયો ગહન ગુહરી, વિશ્વનો તારજી. તેં તરીકે દરીયો મૂત્તિ તરીશું લોભનો; વાજી. એ ચાર કષાયા ભવતરૂ પાયા, વિશ્વનો તારૂજી. બહુ ભેદે ખેદે સહિત નિકંદી તું જ્યો.
વારૂછ. ૩ કંદર્પે દર્પે સવિ સુર જીત્યા, વિશ્વનો તારૂજી. તે તેં ઈકે ઘકે વિક્રમ પકે મેડી; વાજી. હરી નાદે ભાજે ગજ નવિ ગાજે વિશ્વનો તારૂજી. અષ્ટાપદ આગલ તે પણ છાગલ સારીખ. વારજી. ૪
અર્થ –હવે પાંચ સમિતિ સમિતા ને ત્રણ ગુણિયે ગુપ્ત એવા આઠ પ્રવચન માતા સહિત શુદ્ધ ચારિત્ર અંગીકાર કરી, જગજજીવોને સંસાર સમુદ્રથી તારવા માટે પાપ વ્યાપારથી દૂર થએલા કાકાશ્રીને ચારિત્રવંત નિહાળ્યા કે તુરત સારા ગુણોનું અવલોકન કરનાર શ્રીપાલરાજા તે અજિતસેન રાજર્ષિ ઉપર પૂર્ણ સનેહ લાવી, પોતાના પરિવાર સહિત પાંચઅભિગમ સાચવી તે પૂજ્ય મુનિવરના ચરણકમળની રજને પિતાના કપાળમાં લગાડી પ્રણામ કરી ઉદાર ભક્તિસહ સ્તવના કરવા લાગ્યો-“ હે પૂજ્ય ! આપના ચારિત્રપદ ને સાધુપણાના ગુણોની તવના-પ્રશંસા કરીને અમે અમારા જન્મજન્મનાં એકઠાં કરેલાં પાપોને દૂર કરીએ છિએ. હવે આપ કેવા ગુણે કેવા પ્રકારે ધારણ કરી જગપૂજ્ય થયા, તે સંબંધી કંઈક સ્તવના કરૂં છું ” કે આપે રાગ અને દ્વેષ બંનેને એકપણે લાવવા વડે પ્રાપ્ત થએલી ઉપશમ ગુણરૂપ તેજ તરવારની ધારથી ક્રોધરૂપ શત્રુને મારી નાખ્યો, જેથી આપ ક્રોધ રહિત થતાં સમતામય થયા છે. તેમજ માન દૂર થવાથી માવ ગુણ અર્થાત્ કમળતા પ્રાપ્ત થવાથી તે નમ્રતારૂપ વજથી ગર્વરૂપ પર્વતના આઠ શિખરેને તોડી પાડ્યા છે, જેથી અહંકાર–ગર્વ વગરના થતાં નિરભિમાની થયા છે. જ્યાં લગી મનુષ્યમાં આઠ મદ વસી રહ્યા હોય ત્યાં સુધી મનુષ્યમાં વિનય, વિવેક આવવા પામતો નથી. પણ આપ તે માનરૂપ પહાડને માવ વજી વડે નાશ કરી નિર્માની બન્યા છો. વળી માયારૂપ વિષની વેલને તે આપે જડમૂળથી સહેજમાં ઉખેડી નાખી. છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org