SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રીપાળ રાજાને રાસ. દોહા-છંદ મંત્રી કહે નવિ કોપીયે, પ્રબલ પ્રતાપી જેહ, નાખીને શું કિજિયે, સૂરજ સામી ખેહ. ઉદ્ધત ઉપરે આથડ્યું, પરંતું પણ ધામ; ઉલ્હાએ જિમ દીપનું, લાગે પવન ઉદ્દામ. જે કિરતારે વડા કિયા, તેહશું ન ચલે રીશ; આપ અંદાજે ચાલીયે, નામી જે તસ શીશ. દૂત કહે તે કીજિયે, અનુચિત કરે બલાય; જેહની વેલા તેહની, રક્ષા એહ જ ન્યાય. એહવા મંત્રી વયણ સુણી, ધરી કુહાડ કંઠ; માલવ નરપતિ આવીયો, શિબિર તણે ઉપકંઠ. અ -વિશેષમાં પ્રધાને કહ્યું કેઃ “જે પ્રબળ પ્રતાપવંત છે તેના તરફ કોપ કરવાથી શું ન મેળવી શકાશે? સૂર્યના હામે ધૂળ ફેંકીયે તો તે ફેંકનાર ઉપર જ પડે છે. તો તેવા સૂર્ય સમાન પ્રબળ પ્રતાપી સામે ગુસ્સો બતાવીએ તે પરિણામે પિતાને જ ગેરલાભ આપનાર નીવડે છે. મહારાજ ! દીવાને પ્રકાશ ફેલાતાં અંધારાને નાશ થાય છે ખરે; પણ જે આકરા પવનની ઝપટ આવી લાગે તો તે દી પણ એલવાઈ જાય છે. મતલબ એ જ કે આપ દીવારૂપ પ્રકાશી ઘણાક રાજાઓના ગર્વરૂપ અંધકારને દૂર કરેલા પરંતુ આ ચડી આવેલ રાજેદ્ર ઉપર આપને દીવા રૂપ પ્રકાશ પડી શકનાર જ નથી, કેમકે એ પ્રબળ પવનની જે અખલિત જેરવાળે છે; માટે પ્રભુ ! ધ્યાન આપે છે, આકરા પવનના ઝપાટાથી દીવાને બચાવી કાયમ પ્રકાશવંત રાખવા જ્યાં પવનની ઝપટ ન લાગે ત્યાં મૂકવામાં આવે છે તેથી શું દીપકની મહત્તા કમી થાય તેમ છે? નહી; તેમ કરવાથી તે ઉલટો ફાયદો થાય છે. શું પ્રબળ પવનના જેરે સામે દી ધરી રાખવાથી તે દી પિતાને પ્રકાશ કાયમી રાખી શકે ખરે કે ? ના, કદી નહીં! જેથી બળવાન સાથે વિરોધ કરે નકામો જ છે; કેમકે જેને દેવે જ મોટા બનાવ્યા છે તેની સાથે રીશ કરવી યોગ્ય નથી; માટે પોતાની શકિતને વિચાર કરી મર્યાદામાં રહીયે તે વધારે ફાયદે થાય છે. એ નિયમ ધ્યાનમાં રાખી દેવે જ મહિમાવંત કરેલા રાજાની ઉપર ગુસ્સો ન લાવતાં ગજા પ્રમાણે મર્યાદામાં રહી તેને મસ્તક નમાવીએ તો તેથી ફાયદો થાય છે, જેથી આ દૂત કહે છે તે જ કરવું ૨૭ છે. ગેરવ્યાજબી કામ આપણે શા માટે કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy