SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો. ૧પપ અર્થ–આ પ્રમાણે રાજાઓના મનરૂપી દરિયામાં આશા નિરાશાની ભરતી–એટનાં મોજાં ચાલી રહ્યાં હતાં, તે દરમિયાન સ્વયંવર મંડપના મુખ્ય થાંભલામાં ગોઠવેલી સુંદર રત્નજડિત સેનાની પૂતળીની અંદર શ્રીપાલીકુંવરને મળેલા હારને દેવ-વિમળેશ્વર યક્ષ દાખલ થઈ કહેવા લાગ્યો-“ હે કુંવરી ! જે તું ગુણગ્રાહક અને ચતુર હો તે આ વામનને તુરત વરી લે” આવું ચમત્કારિક વચન સાંભળીને રાજકુમારિકાએ વામનના કંઠમાં તે જ ક્ષણે વરમાળા પહેરાવી તેને વરી લીધે. જ્યારે વાળા પહેરાવી ત્યારે કુંવરીની અંતરંગ પ્રેમપરીક્ષા જેવા શ્રીપાલીકુંવરે પિતાનું એવું તે કુબડું રૂપ બતાવવા માંડ્યું, કે જે જોઈને બધાએ કુબડાને તિરસ્કાર કરવા મંડી પડ્યા. અને તે રાણા, રાજા ગુસ્સે થઈને બોલવા લાગ્યા કે-“આ ભેળી રાજકુમારી ગુણ કે અવગુણને પણ જાણી શકતી નથી, તેથી જ શ્રેષ્ઠ રાજાઓને છેડી દઈ કુબડાને વરે છે; પરંતુ આ કન્યારત્ન કૂબડાને લાયક નથી. સુગધવંત ધૂપ તે દેવની સમીપે જ 9 લાયક છે ઉકરડે શોભે નહિ.” એમ બેલી ખડા પ્રત્યે તેઓ કહેવા લાગ્યા–“એ કબડા ! અમે હંસ જેવા છિએ, અને તું અત્યંત વિકરાળ કાગડા જેવો છે; માટે કહિએ છિએ કે શ્રેષ્ઠ માળા હંસની ડોકમાં જ શેભે, નહીં કે કાગડાની કોર્ટમાં શોભે? એથી ઝટ તું તારા કંડમાં પડેલી વરમાળા તજી દે, જે નહીં તજી દઈશ તે તારી ગરદન અમારી આ તરવારની ધારથી કાપી નાખીશું.” આવું તેનું બેસવું સાંભળી વામન હસીને કહેવા લાગે-“હે ભાઈઓ ! તમે તમારા કમનસીબને લીધે આ રાજકુમારીને વવા ભાગ્યશાળી ન થયા, તો મારા ઉપર શા માટે ગુસ્સો લાવે છે? ખરી રીતે તે તમારા પ્રારબ્ધ પર ગુસ્સે લાવી રૂષશું કરે કે જેણે તમને નિરાશ કર્યો છે. હવે તો તમે બધાએ પરસ્ત્રીની અભિલાષા કરવાના પાપથી પાપી થયા છે, માટે એ પાપનું પ્રાયશ્ચિત લેવા માટે આ મારી તરવારની ધારારૂપી તીર્થને ભેટી તમે પાવન થાઓ, અને જૂએ તે ખરા કે મારા હાથ પણ કેવા છે? હવે આ રાજકુમારી મારી સ્ત્રી થઈ છે જેથી એને તરફ ખરાબ નજર કરી તે મારી તરવારના જ ભેગા થઈ પડશે, છતાં વિશ્વાસ ન આવતું હોય તે થાઓ તૈયાર ને જૂએ સારું પરાક્રમ એટલે બધી પંચાત મટી જશે.” એમ બેલી કૂબડાએ એવું તે પરાક્રમ બતાવ્યું કે જે પરાક્રમ જોતાં જ બધા રાજાઓ જીવ લઈ નાસી ગયા. એ જોઈને કૌતુક જેવાને આકાશમાં રહેલા દેવો પણ ચમત્કાર પામ્યા. અને પ્રસન્ન થઈ તે વામનની ઉપર દેવોએ સુગંધી ફૂલોને વરસાદ વરસાવ્યો. આ પ્રમાણે બનેલ બનાવ જોઈ કુંવરીનો પિતા વજસેન પણ ખુશી થકી વામન પ્રત્યે કહેવા લાગે-“જેવું ચમત્કારિક પરાક્રમ બતાવ્યું તેવું જ ચમત્કારિક આપનું મૂળ સ્વરૂપ બતાવે એટલે આનંદ થાય.” આવું બોલવું સાંભળી શ્રીપાલકુંવરે પોતાનું અસલ સ્વરૂપ બતાવ્યું એટલે વાસેને અતિ પ્રસન્નતાપૂર્વક પિતાની પુત્રી શ્રીપળકુંવરને પરણાવી. અને તે પછી દાયજો વગેરે જે દેવાનું હતું તે દઈને મોટા મજલાએવાળ સુંદર મહેલમાં દંપતિને નિવાસ કરાવ્યો. તે મહાલયમાં નિવાસ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy