________________
१४८
શ્રીપાળ રાજાનો રાસ.
-
પુષ્ય વિશાળ ભૂજાલ તિહાં લીલા કરે હો લાલ તિહાં. ગુણસુંદરીની સાથે શ્રીપાલ તે સુખ વરે હો , શ્રીપા૩૦ ત્રીજે ખડે ઢાલ રસાલ તે પાંચમી હો , રસા. પૂરીએ અનુકૂલ સુજન મન અંકમી હો , સુજ સિદ્ધચક્ર ગુણ ગાતાં ચિત્ત ન કુણ તણે હા , ચિત્ત હર વરસે અભિય તે વિનય સુજશ ઘણે હો , તે ૩૧
અર્થ એટલે તે જોઈએ તેવી જોડી મળેલી જોઈ, જાણે શરદપુનમની રાત્રી તથા શિવજી અને પાર્વતીજી તથા શ્રીકૃષ્ણ અને લક્ષમીજીની જેડી જેવી જેડી મળી હોયની ? તેવી જણાવા લાગી, એથી સર્વના મન ઉલ્લાસવંત થયાં. રાજાએ પણ પ્રસન્નતાપૂર્વક પિતાની પુત્રી શ્રીપાકુંવરને ભારે મહોત્સવ પૂર્વક પરણવી, તથા હાથી, ઘોડા, ધન અને તેનું વગેરે અર્પણ કરી કુંવર શ્રીપાલજીને રહેવા આપેલ મહેલ પૂર્ણ ભરી દીધે. વિશાળ ભુજા અને વિશાળ પુણ્યવંત શ્રીપાળકુંવર ત્યાં રહીને ગુણસુંદરીની સંગાથે ઉત્તમ સુખસહિત આનંદકીડા વિલસવા લાગે. (યશોવિજયજી) કહે છે કે-આ શ્રીપાળ રાસના ત્રીજા ખંડની અંદર આ રસીલી પાંચમી ઢાળ જે પૂર્વના કર્તા વિનયવિજયજી આ ઢાળની રચના કરતાં કરતાં દેવલોક પહોંચ્યા અને આ ઢાળ અધુરી મૂકી ગયા હતા તે જોઈએ તેવી રીતે મેં પૂર્ણ કરી તે સજજન પુરુષોના મનમાં ગમી અને સહુ કોઈના મનમાં હર્ષને વર્ષાદ વરશે. તેમ જ તે પ્રાણું ઘણે વિનય અને સુયશ પામે એમ કહેતાં બંને કવિવરના નામ સૂચન કર્યા.
–૩૦ થી ૩૧
પુણ્યવંત જિહાં પગ ધરે, તિહાં આવે સવિ ઋદ્ધિ, તિહાં અયોધ્યા રામ જિહાં, જિહાં સાહસ તિહાં સિદ્ધિ. ૧ પુણ્યવંતને લચ્છિો , ઈચ્છા તણો વિલંબ કોકિલ ચાહે કંઠરવ, દિયે લેબ ભર અંબ. પુર્વે પરિણતિ હોયે ભલી, પુણ્યે સુગુણ ગરિ; પુર્વે અલિય વિઘન ટળે, પુર્વે મિલે તે ઈચ્છુ. * ૩૧ મિલ ત .
૩ અર્થ –પુણ્યવંત મનુષ્ય જ્યાં જ્યાં પગ ધરે ત્યાં ત્યાં, જેમ યાં જ્યાં રામચંદ્રજી નિવાસ કરતા ત્યાં ત્યાં અધ્યા કહેવાતી, તેવી જ રીતે, જ્યાં જ્યાં સાહસ ત્યાં ત્યાં સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org