________________
૧૪૨
શ્રીપાળ રાજાનો રાસ. મહિમા વર્ણવવા લાગ્યા–“આ હારના પ્રભાવ વડે જેવું રૂપ કરવાની ચાહના કરશે તેવું થશે, તથા જ્યાં જવાની ઈચ્છા હશે ત્યાં તુરત જ આકાશ માર્ગે જઈ શકશે. વગર અભ્યાસ કર્યો જે કળા શીખવાને ચિત્તમાં ઈરાદે કરવાથી તુરત જ તે કળા પૂરેપૂરી રીતે આવડી જાય છે અને સ્થાવર જંગમ વિષના વસમા વિકારો પણ આના ન્હવણજળથી તે જ ક્ષણે નાશ થાય છે. હે કુંવર! હું સિદ્ધચકજીને સેવક દેવ છું અને મેં કઈક સિદ્ધચકજીને સેવન કરનારાઓને ચિંતા, દુ:ખથી પાર કરેલ છે, માટે કહું છું કે તમે પણ એ જ સિદ્ધચકજીની ભક્તિ વિશેષ પ્રકારથી મનની અંદર ધારણ કરજો અને કાંઈ પણ કામ પડે તે તુરત મને યાદ કરો કે જેથી હાજર થઈ સકળ મન કામના સિદ્ધ કરીશ.”
–૭ થી ૧૧
એમ કહીને દેવ તે નિજ થાનક ગયે હો લાલ, તે નિજ કુંઅર પિઢયો સેજ નિચિંતો મન થયો હો , નિચિંતો જાગ્યો જિસે પરભાત તિસે મન ચિંતવે હો , તિસે. કંડલનયર મઝાર જઈ બેસું હવે હો , જઈ ૧૨ નયણ ઉઘાડી જામ વિલોકે આગળે હો , વિકેટ દેખે ઊભે આપ નયરની ભાગોળે હો , નયર દીઠા તિહાં દરવાન તે વીણુ વજાવતા હો , તે વીણ રાજકુંઅરીનાં રૂપ કલા ગુણ ગાવતા હો , કલા, ૧૩ ચિત્ત માંહિ ચિંતી રૂપ કરે તિહાં કબ હો , કરે. ઉભડ શીશ નિલોડ વદન જિયું તુંબડું હો , વદન ચએ ચંચી આંખ દાંત સવિ મેકલા હા ,, દાંત વાંકા લાંબા હોઠ રહે તે મોક્લા હો , રહે તે૧૪ ચિહું દિશિ બેઠું નાક કાન જિમ ઠીકરા હે , કાન, Vઠ ઉચી બંધ હિયે બિહું ટેકરા હૈ , હિયે. કેટ કેડ ઉરે પેટ મિલિ ગયાં ઢંકડા હો , મિલિક ટૂંકી સાથળ જંઘ હાથ પગ ટૂકડા હે , હાથ૦ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org