________________
१२४
શ્રીપાળ રાજાનો રાસ. અર્થ –આ રીતે ધવલશેઠ વિચારે છે ત્યાં એક ઝૂંબનું ટોળું આવ્યું અને ધનવાન શેઠને જોઈ તે ટેળું ઊભું ઊભું શેઠની આગળ દીનતા કરવા લાગ્યું, એટલે અવિવેકી શેઠે ડૂબ ટેળાના નાયકને પિતાની પાસે બોલાવીને અવિવેકભરી વાત કહેવી શરૂ કરી કે–“હે નાયકજી ! એક અમારું કામ છે તે તમે કરે, એટલે કે અહીંના રાજાને જમાઈ છે તેને તમે ડૂબ છે એવું કહો તે હું તમને લાખ સોનામહેરો આપીશ. સંઘળું તમારું કુટુંબ એક મતે થઈને રાજાને જમાઈને જોતાં દેટ કહાડીને વળગી પડે અને તમારો પિતાનો જ એ નજીકનો સગો છે એમ સાબિત કરી બતાવ, કે એ કામને લીધે તમારો ઘણો ઉપકાર માનીશ.” એ વાત સાંભળીને ડૂબનાયક બો – “હે સ્વામી ! સાંભળે, એ આપનું કામ છે તે હું કરીશ; પણ અમારો મુજ માન્ય કરે. જે કે તમામ જૂઠી કળા કેળવીશું ને નકકી કરેલાં દામ લઈશું, તથાપિ કામ કર્યા બાબતની શાબાસી સંબંધી સિરપાવ પાછળ ખુશી થવા યોગ્ય દેજે (કેમકે કામ સિરસાટા જેવું છે. જે ક્ષત્રી બચ્યો છે તેને તદ્દન જૂઠથી ગળે પડી અમારા કુટુંબી બનાવ છે તે કંઈ જેવી તેવી વાત નથી).
–૧ થી ૩ હંબ મળી સવિ તે ગયા રે, રાય તણે દરબાર રે, ચતુર ગાયે ઊભા ધૂમતા હો લાલ, રાગ આલાપે ટેકશું રે, રીઝયો રાય અપાર રે, ચતુર માંગે કાંઈ? મુખ ઈમ કહે હે લાલ. હંબ કહે અમ દીજીયેં રે, મેહત વધારી દાન રે, ચતુર મેહત અમે વાંછું ઘણું હે લાલ; તવ નરપતિ કુંઅર કને રે, દેવરાવે તસ પાન રે, ચતુર તેહનું મહત વધારવા હે લાલ. પાન દેવા જ આવીયો રે, કુંઅર તેહની પાસ રે, ચતુર હસિત વદન જેતે હસી હો લાલ; વડે ડૂબ વિલગો ગલે રે, આણું મન ઉલ્લાસ રે, ચતુર પુત્ર આજ ભેટયો ભલો હો લાલ. એહવે આવી હંબડી રે, રોઈ લાગી કંઠ રે, ચતુર અંગે અંગે ભેટતી હે લાલ;
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org