SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રીપાળ રાજાનો રાસ. તો પણ વાજિ ન આવી; મન કરીએ અનુકુલ, ઉદ્યમથી સુખ સંપજે, ઉદ્યમ સુખનું મૂલ ૧૨ વૈરીને વાધ્યો ઘણે, એ મુજ ખણશે કંદ; પ્રથમ જ હણવા એને, કરો કેઈક દ. ઈમ ચિંતવતો તે ગયે, ઉતારે આવાસ; પલક એક તસ જક નહીં, મુખ મૂકે નિસાસ. ૧૪ અર્થ-જ્યારે વહાણે કંકણુ કાંઠે જઈ પહોંચ્યા ત્યારે ત્યાં લાંગર નાખવા પડ્યાં, અને રાજાની ભેટ લેવા પરિવાર સહિત ધવળશેઠ વહાણમાંથી ઉતરી નરપતિના ચરણ સ્પર્શવા રાજસભા તરફ ચાલ્યું. ત્યાં તેણે મહારાજાની પાસે અમૂલ્ય વસ્તુઓનું ભેંટણું મૂકી ભેટ પણ લીધી, પરંતુ તે મહારાજાની પડખે જ્યારે શ્રીપાલકુંવરને બેઠેલા દીઠા ત્યારે ભેટ સંબંધી સઘળે હર્ષ ચાલ્યા ગયે અને કુંવરને જોતાં જ ચોર શેડની છાતીમાં ત્રિદોષશૂળ પેદા થઈ આવ્યું તેમ જ જેમ તેજસ્વી સૂર્યને દેખવાથી સૂર્યશત્રુ ઘુડની આંખો મીંચાઈ જાય છે તેમ ધવળની આંખો મીંચાઈ ગઈ. વસુપાળ રાજાએ ભેટની વસ્તુ અને આવેલા શેડને ગર્ભશ્રીમંત જાણે તેનું માન વધારવા શ્રીપાળજીના હાથથી પાનબીડું દેવરાવવા ઈસરત કરી, એટલે કુંવરે ધવળશેઠના હાથમાં પાનબીડું આપ્યું કે તેણે કુંવરને પૂરેપૂરી રીતે ઓળખી લીધે, જેથી રાજા તરફનું માન મળ્યા છતાં પણ ૨૨ણ નજીક ભમવાને સંયોગ જાણી તેનું ચિત્ત ડામાડોળવાળું થઈ રહ્યું, અને વિચારવા લાગે કે –“હાય ! હાય ! દેવ! અટારડા દેવ! આ શો ઉત્પાત જોઉં છું કે જે મેં ખારા દરિયાની અંદર વાત ફેંકી દીધી હતી, તે મહાસાગરમાં ડૂબેલી વાત પાછી અહિં શી રીતે જાહેર થઈ! તે દરમિયાન સભા વિસર્જન થઈ અને જ્યારે રાજા રાજમહેલમાં ગમે ત્યારે ધવળશેઠે દરવાનને પૂછયું–“ભાઈ! આ સભામાં પાનબીડાં આપનાર માનવંત રાજવી કોણ છે ? એ તે કઈ ન માણસ દેખાય છે?” આના ઉત્તરમાં દરવાને કહ્યું–શેડ એ માનવતાની વિગત સાંભળતાં મનુષ્યને આશ્ચર્ય પેદા થાય તેમ છે, કેમકે દરિયા કાંઠે વનમાં સૂતેલા એમને જગાડી મહોત્સવની સાથે ઘેર લાવ્યા અને મહારાજાએ જાત કે ના પૂછ્યા વિના પ્રેમ સહિત પિતાની પુત્રી પરણાવી દીધી એ શું થડા આશ્ચર્યની વાત છે?” આવું બોલવું સાંભળતાં શેઠ તે બહુ જ રાજી થયા અને ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે--“કુંવરને કચ્છમાં ઝુકાવી દેવા આ દરવાને પણ ભલું બારણું બતાવ્યું. જેથી કુંવરને નઠારી જ્ઞાતિનું કલંક ચોંટાડી દઈ એની લાજ પાડી દઉં કે જેથી નીચ સાથે પરણાવેલી પુત્રીને લીધે ફજેતી થતી જાણ રાજા કે પવંત થઈ કુંવરને ઠાર મારશે, એટલે મારું રહેજમાં કામ ફતેહ થશે. જો કે જે જે કામે કુંવરને દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy