SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. વ્યંગ વચન એહવું સુણી રે, મન ચિંતે તે દોય રે; એહ કરમ એણે કર્યું રે, અવર ન વૈરી કોય રે. જીવ. ૧૨ ધન રમણીની લાલચે રે, કીધો સ્વામી દ્રોહ રે; મીઠો થઈ આવી મલે રે, ખાંડ ગલેફિ લોહ રે. જીવ૦ ૧૩ શીલ હવે કિમ રાખશું રે, એ કરશે ઉપઘાત રે, કરીએઁ કત તણી પરે રે, સાયર ઝપાપાત રે. જીવ. ૧૪ અર્થ:–“ આ પ્રમાણે વિલાપ કરી રહી છે, તે દરમિયાન ધવળ શેઠ જૂઠા વિલાપ કરતા કરતા ત્યાં આવી પહોચ્યો અને તે સ્ત્રીઓ પ્રત્યે કહેવા લાગ્યો—“અરે ! એ અદેખા દુષ્ટ દૈવને પણ શું કહીયે? તથા શાપ પણ કેવા દઈયે? જેમ ભૂખ સહન કરવામાં હેર સહનશીલ છે, તેમ દુઃખ સહન કરવામાં મનુબે જ સહનશીલ છે; માટે દુઃખ આવી પડતાં તેને સહન કરવાની જરૂર છે. દુઃખ વખતે તે પિતાનું ધૈર્ય ન મૂકી દેતાં હૃદયને કઠેર કરવાની જરૂર છે. તેમ જ જે મનુષ્યના મનોહર ગુણ મેતી, મણિ ને માણેકની પેઠે અમૂલ્ય છે, તે મનુષ્યને તો જ્યાં જશે ત્યાં મુગટ અને હાર તેમના મસ્તકના સ્થાનને પામશે. જેથી હવે શાંત થાઓ અને હું તમારૂ દુઃખ દૂર કરીશ. તમે તે ઉત્તમ ગુણવાળાં છે. આ પ્રમાણે કાળા હૃદયવાળા તે શેઠના મુખમાંથી કપટ–ચંગ વચન સાંભળીને અને સ્ત્રીઓ વચનનો મતલબ સમજી ચિંતવવા લાગી કે-“પ્રાણનાથને ઘાત કરવાનું કામ એણે જ કર્યું છે ! બીજે કઈ આપણો વૈરી છે જ નહીં. આ દુર્ણ વિશ્વાસઘાતીએ ધન અને સ્ત્રીઓની લાલચને લીધે જ સ્વામીદ્રોહ કર્યો છે, છતાં પણ હાંએ મીઠાશ રાખી આવીને મળે છે; કેમકે જેમ તરવારની ધાર પર ચાસણી ચડાવી હોય અથવા તે લોઢાના ગલેફા ઉપર ચાસણી ચડાવી ગલેફુ બનાવ્યું હોય, પણ તેની મીઠાશનો સ્વાદ લેવા જતાં જીભ ને દાંતના બૂરા હાલ થાય છે, તેમ આના મીઠા બોલો તરફ વિશ્વાસની નજર રાખતાં બૂરા હાલ થાય તેમ છે, જેથી હવે આપણને આપણું અમૂલ્ય શીલરત્ન સાચવવું શી રીતે બની શકશે? કેમકે જે લાલચને વળગી એણે ઉપગારીને પણ અંત આણ્યો છે તે પાપી આપણા શીલને પણ ઉપઘાત–ભંગ કરશે, માટે આપણે પણ દરીયામાં ઝંપાપાત કરીયે, જેથી પ્રાણ જતાં પણ શીયળ કાયમ રહેશે.” -૯ થી ૧૪ સમકાલે બે જણી રે, મન ધારી એ વાત રે, ઈશુ અવસર તિહાં ઉપને રે, અતિ વિસ ઉતપાત રે. જીવ૦ ૧૫ હાલકલ્લોલ સાયર થયે રે, વાયે ઉભડ વાય રે; ઘોર ઘનાઘન ગાજી રે, વિજળી ચિહુ દિશિ થાય રે. જીવ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy