SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ હ૩ સર્પે દંશ દીધે. મહા દુઃખી થઈ મરીને વાલુકાપ્રભા નામે નરકમાં સાત સાગરોપમના આયુષ્યવાળી નારકી થઈ. ૧૪૪૪ ગ્રન્થના કર્તા યાકિની મહત્તા સૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ-રચિત પ્રાકૃત સમરાદિત્ય કથાને ગુજરાતી ચે ભવ સંપૂર્ણ થયે. જય અને વિજય ભાઈને ભવ–પ મે નાટકના રંગમંચ ઉપર જેમ એક જ માનવ-પાત્ર જુદી જુદી ભૂમિકા ભજવે છે–તેમ સંસારના રંગમંચ ઉપર પણ આત્મા વિભિન્ન પાત્રે લઈને આવે છે. પાંચમા ભવમાં એ ચરિત્રનાયકનું બે ભાઈના સ્વાંગમાં પુનરાવર્તન થાય છે. જય એ વડીલ બંધુ છે અને વિજય તેને લઘુબંધુ છે. મોટા ભાઈને ના ભાઈ વહાલે હતે પણ નાના ભાઈ વિજયને માટે ભાઈ “જય અળખામણ હતું ! એકવાર રાજકુમાર જયકુમાર અશ્વકીડા માટે નજીકના ચન્દ્રોદય નામના ઉદ્યાનમાં ગયા, ત્યારે તેમણે એક ધ્યાનસ્થ આચાર્ય સનકુમારને સપરિવાર જોયા. રાજકુમારને આ આચાર્યની લાક્ષણિકતા સ્પશી ગઈયૌવનમાં વૈરાગ્યને આ કવચિત્ જ જોવા મળતું સુભગ સંબંધ રાજકુમાર જયકુમારને વિચાર કરતા કરી ગયે. રાજકુમારને આચાર્યના આંતરિક જીવનમાં ડોકિયું કરવાનું પણ મન થયું. તેણે પૂછયું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy