SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જઈ વંદન કરી ભક્તિપૂર્વક પાસે બેઠે અને પૂછયું, હે “ભગવંત! આપ સમગ્ર ગુણ સંપત્તિના સ્વામી હોવા છતાં આપને આવે વૈરાગ્ય થવાનું શું નિમિત્ત મળ્યું જેથી આપે કવખતે શ્રમણપણું સ્વીકાર્યું ?” ભગવંતે કહ્યું, “શું મૃત્યુ ગમે તે સમયે નથી આવતું? વળી, છેલ્લી અવસ્થામાં ધર્મનું સેવન કરવું યોગ્ય ગણતા હે તે વહેલું સેવન કરવું શું અગ્ય છે? વળી સંસાર એ જ વૈરાગ્યનું કારણ છે, છતાં વિશેષથી અવધિજ્ઞાનીનું ચરિત્ર એ મને વૈરાગ્યનું કારણ બન્યું છે.” રાજાએ પૂછયું, “અવધિજ્ઞાની મુનિનું ચરિત્ર કેવું હતું ?” અવધિજ્ઞાની અમરગુપ્ત મુનિનું ચરિત્ર - આજ વિજ્યમાં રાજપુર નામે નગરમાં અવધિજ્ઞાની અમરગુપ્ત નામે આચાર્ય પધાર્યા. તે નગરમાં રાજા અરિમદન તેમજ નગર કે તેમની પાસે વંદન કરી બેઠા. રાજાએ કહ્યું કે, આપ અવધિજ્ઞાનથી સકળ પદાર્થો જાણી શકે છે, તે કૃપા કરી આપનું ચરિત્ર સંભળાવે. ભગવંતે કહ્યું, સાંભળો – ચંપાવાસ નગરમાં સુધનુ નામે ગૃહપતિ અને તેની ધનશ્રી નામની પત્ની રહેતાં હતાં. તેમને સેના નામે પુત્રી હતી. અને તેના રુદ્રદેવ નામે સાર્થવાહના પુત્ર સાથે લગ્ન થયાં હતાં. એકવાર તે નગરમાં બાલચંદ્રા નામે સાધ્વી વિહાર કરતાં કરતાં આવી પહોંચ્યાં. તેની પાસે સેમાએ ધર્મશ્રવણ કર્યું. તે સેમા તે જ અવધિજ્ઞાની અમરગુમ મુનિ. પણ સમાને પતિ રુદ્રદેવ દુરાચારી હતું. તેને પિતાની પત્નીની ધર્મપરાયણતા પ્રત્યે સૂગ ચડી. અને નાગદેવ સાથે વાહની પુત્રી જોડે પરણવા વિચાર કર્યો. પણ પરણુ ન શકો. એટલે તે સમાને મારી નાખવા માગતા હતા. અને ઘડામાં સાપ પૂરી સમાને તેમાંથી પુષ્પમાળા કાઢવા જણાવ્યું. સમાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy