SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૨ 'વરવરિકાની ઘેષણ કરાવી. મહાદાન આપવાનું શરૂ કરાવ્યું. જિનમંદિરમાં મહેસવે કરાવ્યા. ગુરુઓનું પૂજન કર્યું. પૌરજને, સામંત વગેરેને સન્માન્યા. પિતાના ભાણેજ મુનિચન્દ્રકુમારને રાજ્યાભિષેક કર્યો. સમરાદિત્યકુમાર પ્રશસ્ત મુહૂર્ત પ્રત્રજ્યા લેવા માતા-પિતા, બે ધર્મપત્ની, પુરંદર બ્રાહ્મણ વગેરે મોટા સમુદાય સાથે શિબિકામાં બેસી અનેકને બોધિનીજ પમાડતે નગરમાંથી નીકળી ઉદ્યાનમાં પહોંચે. આ સમયે દેવે પણ ત્યાં આવ્યા. ચાર જ્ઞાનવાળા શીલાંગ-રત્નાકર પ્રભાસ નામના આચાર્ય ભગવંત પાસે વિધિપૂર્વક પ્રવજ્યા સ્વીકારી. મુનિચંદ્ર રાજાએ અમારિ (અહિસા) ની ઉષણ કરાવી. બીજા દેશોમાં પણ આ સમાચારથી અનેક ધર્મમાર્ગમાં પ્રવર્તવા લાગ્યા. પૂર્વભવના વૈરી ગિરિષણની દુષ્ટ ભાવના આ સમયે પૂર્વભવને ઉગ્ર વૈરવાળે ચંડાળ ગિરિણુ મનમાં દુભાવા લાગ્યા. સમરાદિત્યના વખાણ તેનાથી જરા પણ સહન થયા નહીં, તે તેને એક ઢોંગી અને માયાવી સમજ તેથી તેને વિચાર્યું કે, અહે! આ નગરલેકેની મૂર્ખતા કે, આવા મૂર્ખ રાજપુત્રનું આટલું બધું સન્માન કર્યું ! હમણાં જ ઘેરી સમરાદિત્યને હું મારી નાખીશ. મારી નજરે આ અત્યારે જ આવ્યું. એમ વિચારી સમરાદિત્યનાં છિદ્ર શેધવા લાગે. ૧ ઈષ્ટ વસ્તુ માગવા માટેની ઘેષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy