________________
૧૫૨
ભગવંતે કહ્યું, હે વત્સ ! તેમ જ છે. એમ કહી મને નમસ્કારમહામંત્ર શિખ.
હું પર્વતની ગુફામાં જઈનમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બની. પ્રભાત થતાં જ રાજા પિતે ત્યાં આવી પહોંચ્યા. મને જોઈ આંખમાં આંસુ લાવી મને સાંત્વન આપવા લાગ્યા, અને પિતે દુઃખી થઈ શેક કરવા લાગ્યા. ' મેં કહ્યું, હે સ્વામિન ! આપ તે ફક્ત નિમિત્ત બન્યા છે, પણ જન્માંતરમાં મેં જે વિગ કરાવવાનું પરિવ્રાજિકા દ્વારા કર્મ બાંધ્યું હતું. તે મારા જ કરેલાં કર્મને જ આ વિપાક છે. રાજાએ પૂછ્યું, શી રીતે! કયું કર્મ ! એટલે મેં મારા પૂર્વ નવ ભવેની વાત ભગવત પાસે સાંભળેલી અનુભવેલી તે કહી બતાવી. અને નજીક ગુફામાં રહેલા સાધુ ભગવંત પાસે મારા પતિને સાથે લઈ દર્શન કરાવ્યાં.
રાજાએ પણ ભગવંતને વંદના કરી. ભગવતે ધર્મલાભ આવે. રાજાએ કહ્યું, મેં રાણી પાસે એના પૂર્વ નવ ભવેને સમગ્ર વૃત્તાંત સાંભળ્યો. તે સાંભળીને મને સંસાર પ્રત્યે ત્રાસ થયે છે, કે આટલા જ માત્ર દુષ્કતને આટલે માટે વિપાક થયે? તે હું તે તેના કરતાં અનેક દુષ્કતે કરનાર છું, તે મારું શું થશે. અને હવે મારે શું કરવું! - ભગવંતે ફરમાવ્યું, હે રાજન ! જે કરવા યોગ્ય છે તે સાંભળ. રાજાએ કહ્યું, ફરમાવે. ભગવંતે કહ્યું કે, સાવવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org