SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨. તે અનંત ભવ સુધી પણ નડે છે. તે કર્મને ભેગવવાના આ રહેલ કર્મથી યક્ષિણીના રૂપથી છેતરાયેલ રાજાએ તારી કદર્થના કરી છે. - તે સાધુના વચનથી"મારે મોહ અંધકાર દૂર છે. અને હૃદયમાં વૈરાગ્ય પ્રગટ થયે. તત્કાળ મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, વૈરાગ્યની વૃદ્ધિ થઈ. સાધુ ભગવંતને મેં પૂછ્યું, “હવે આ કર્મ-વિપાક સંપૂર્ણ કયારે નિર્મૂળ થશે?” સાધુએ કહ્યું, હે વત્સ! આજ એક જ રાત્રિ-દિવસમાં. ફરી મેં ભગવંતને પૂછયું, હે ભગવંત!! તે યક્ષિણને મારા આ કેવી રીતે જાણશે? ભગવંતે કહ્યું, હે વત્સ! આજ રાત્રે તારા સ્વભાવનું અનુકરણ કરનારી આ બીજી કઈ સ્ત્રી છે એમ તારા પતિને શંકા થશે. તરત જ રાજા એ વાત મંત્રીઓને જણાવશે. મંત્રીએ ઉપાય બતાવશે કે વીતરાગ પ્રભુની પ્રતિમાનું લંઘન કરા! જે સાચી તમારી પત્નીuહશે, તે નહિ કરશે. રાજા એ પ્રયોગ કરાવશે અને પછી જાણશે કે આ સાચી રાણું નથી. રાજા તરવાર લઈને સામે થતાં જ યક્ષિણ અદૃશ્ય થઈ જશે. રાજા ખૂબ સંતાપ પામી કાલે સવારે અહીં આવશે, તને દેખવાથી સુખી થશે, માટે તારે હવે સંતાપ ન કરે. મેં કહ્યું, હે ભગવંત! આપનાં દર્શનથી મારે સંતાપ ગયે છે. હવે તે આ સંસારરૂપ કેદખાનાથી મારું ચિત્ત વિરકત થયું છે. બધા જ સંગે આ સંસારમાં વિયેગમાં પરિણમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy