________________
૧૩૪
ગુણચન્દ્ર અને વાનમંતર વિદ્યાધર
આઠમે ભવ સેન અને વિષેણ પિતરાઈ ભાઈને સાતમે ભવ કો. હવે આઠમા ભાવમાં ગુણચન્દ્ર અને વાનમંતર વિદ્યાધરને સંબંધ કહીશ.
' આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં મંત્રીબલ નામે રાજા તથા પદ્માવતી નામે રાણી હતાં.
આ બાજુ સેનને જીવ નવમા શૈવેયક-નિવાસી દેવનું આયુષ્ય પૂર્ણ કરી પદ્માવતી રાણીની કુક્ષિમાં ઉત્પન થયે. તેજ રાત્રિમાં રાણીએ સ્વપ્નમાં મહાસરેવર દેખ્યું. જાગીને હર્ષથી પિતાના પતિ પાસે જઈ નિવેદન કર્યું. રાજાએ કહ્યું, “હે સુંદરી! તને રાજહંસ, જે મહાન પુત્ર થશે” તે સાંભળી રાણી વિશેષ રાજી થઈ
સારા તિથિ, કરણ, મુહૂર્ત, વેગ સમયે દશ દિશાને પ્રકાશિત કરતાં સુકોમળ અંગવાળા પુત્રને રાણીએ જન્મ આપ્યો, દાસીએ રાજાને વધામણ આપી કે “પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપે છે.” તે સાંભળી રાજાએ તુષ્ટ થઈ પારિતોષિક આપ્યું, કેદીઓને છેડી મૂકવા વગેરે ઉચિત કાર્યો, કરાવ્યાં. નગર લેક-સમુદાયે આનંદ પામી વધામણા કર્યા. અને રાજાએ કુમારનું ગુણચન્દ્ર નામ સ્થાપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org