SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કમનસીબે આ યજ્ઞદત્ત પુરે હિતને પુત્ર અગ્નિશમ કદરૂપ હતું. તેનું માથું ત્રિકેણ, પેટ તુંબડા જેવું, છાતી બેસી ગયેલી, બંને બાહુ ટૂંકા, અને નાક ચપટું હતું. એના કાન ઉંદરના બિલ જેવા પગ ટૂંકા અને પાતળા, કેશ અગ્નિની જવાળા જેવા પીળા. પૂર્વજન્મના પાપને લીધે એને આવું બદસૂરત રૂપ મળ્યું હતું. રાજકુમાર ગુણસેન આ અગ્નિશર્મા સાથે કેલિ કરી આનંદ માણુ હતું. એ દરરોજ આ બ્રાહ્મણ પુત્રને ગધેડા પર બેસાડે, તેના માથા પર સૂપડાંનું છત્ર ઓઢાડે અને ફૂટેલું ઢોલ વગડાવી એની સવારી કાઢે. બજારમાં તેની સવારી જોઈ છેકરાઓ “મહારાજાધિરાજ કી જય” ના પિકાર કરે. આ અપમાનથી બિચારા અગ્નિશમને ખૂબ દુ:ખ થતું. રાજકુમારની આવી સતામણી એને અસહ્ય લાગતી. પણ રાજપુત્ર સામે ફરિયાદ પણ કેવી રીતે થાય! પુરોહિતપુત્ર તાપસ બને છે પિતાની થતી આવી વિટંબણને લીધે અગ્નિશમાં એ રાજકુમાર પ્રત્યે દ્વેષ કરવાને બદલે પોતાના પૂર્વભવના પાપદયને દેશ દેવા લાગ્યું. અને હવે પછીને ભવ સુધારવાના ઈરાદે વૈરાગ્ય પંથે વળ્યો. જગત પ્રત્યે દ્વેષ કરવાને બદલે હવે એનામાં ધર્મભાવનાને ઉદય થયે. અને અગ્નિશર્માએ પૂર્ણચંદ્ર રાજાનું નગર છેડયું. તે ચાલતાં ચાલતાં સુપરિતોષ નામના એક તપવનમાં આવી પહોંચે. અહીં અનેક તાપસો રહેતા હતા. તે તાપસમાં આજકૌડિન્ય નામે એક મુખ્ય તાપસ રહેતું હતું. એ સૌ તાપસને ગુરુશિરોમણિ હતે. ગુરુજી તે વખતે ધ્યાનમગ્ન હતા. એ રુદ્રાક્ષની માળા ફેરવી રહ્યા હતા. અને મંત્રાક્ષરને જાપ કરતા હતા. આવા ગુરુજીનાં દર્શન થવાથી અગ્નિશર્મા આનંદવિભેર થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy