________________
૧૨૯, પૂર્વભવમાં “શેઠે તને શૂળી ઉપર ચડાવી હતી. એ બેલેલું કર્મ ઉદયમાં આવ્યું. એટલે ચેરે સૂતેલા અરુણદેવ પાસે કહાં–જેડી સાથે છરી મૂકીને અંધારામાં શિખર ઉપર ચડી ગયે. કેટવાલે મુદ્દામાલ જોઈ અરુણદેવને માર મારતાં રાજા પાસે લઈ ગયા. રાજાએ શૂળી પર ચડાવી વીંધી નાખવાને આદેશ આપે.
એટલામાં મહેશ્વર નામને મિત્ર નગરમાંથી ભેજન લઈ દેવકુલમાં આવ્યું. પિતાના મિત્ર અરુણદેવની તપાસ કરતાં જાણવા મળ્યું કે કેટવાલ એક ચરને પકડી શુળી ઉપર ચડાવવા લઈ ગયા છે. મહેશ્વર ગભરાયે અને શૂળીના સ્થાને ગમે તે ત્યાં શૂળીથી વીંધાએલી ભયંકર અવસ્થા અનુભવી રહેલા પિતાની મિત્રને દેખે. મહેશ્વર પિતાના જ મિત્રની આવી અવસ્થા જોઈ વિલાપ કરતે મૂચ્છ પામ્યા. ભાન આવતા દેખનારાઓએ, કૌતુક અને દયાથી કારણ પૂછયું, કે આ ચેર કેણ છે! - મહેશ્વરે ભાંગેલા-તૂટેલા ગદ્ગદ સ્વરે કહ્યું કે, આ તે આજ નગરના યશાદિત્ય શેઠને જમાઈ છે, અને તાપ્રલિપ્તી નગરના શેઠ કુમારદેવને પુત્ર અરુણા છે. ચાર ને મિત્ર આજે જ વહાણુ ભાંગી જવાથી આ નગરમાં આવ્યા હતા. આવી દુઃખી અવસ્થામાં સાસરે જવું ઠીક નહિ એમ કહેવાથી હું દેવકુલમાં સુવાડી બજારમાં ભેજન લેવા ગયે હતે. પાછું આવી જતા નહિ મળવાથી કૌતુકથી અહીં આવ્યું તે તેની આવી અવસ્થા? એમ કહીં ફરી મહેશ્વર મૂચ્છ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org