SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ અમારું કુટુંબ ધમ બને.” પ્રવર્તિનીએ મને આજ્ઞા આપી. જેથી હું ત્યાં જવા લાગી. આ સમયે કપટથી બાંધેલું બીજું પાપકર્મ મને ઉદયમાં આવ્યું. કેઈ વ્યંતરે વિચાર્યું કે, તેઓને સાધ્વીજી ઉપર કે ભાવ છે તે પરીક્ષા કરૂં. એક દિને હું તેમને ત્યાં ગઈ ત્યારે કાતિમતી હારને પરોવતી હતી. તે ઊભી થઈ મને પ્રાસુક આહાર વહોરાવવા હાર મૂકી અંદર ગઈ તેજ વખતે ચિત્રમાં રહેલે મર નીચે ઊતર્યો અને તે હાર પિટમાં ગળી જઈ પિતાના સ્થાને જઈને રહ્યો. હું આવું અસંભવિત જોઈને ઉપાશ્રય ચાલી ગઈ. આ બાજુ કાન્તિમતી હારને ખેળવા લાગી. પરિવારને પૂછતાં કહ્યું કે “સાધ્વી સિવાય અહીં કેઈ આવ્યું નથી. કાતિમતી પરિવારને કહે, “અરે આવી અસંબંધ વાત કેમ બોલે છે?” તેઓ તે તૃણમણિ, સુવર્ણ-પથ્થરમાં સમાન ભાવવાળા છે. વળી પરિવારને ઠપકે પણ આપે છે, તેમને માટે આ વિચાર કદી કરશે નહીં. આ વાત લેકમાં ફેલાઈ ગઈ. મેં પણ એવું જોયું હતું તેવું પ્રવર્તિનીને કહ્યું. તેમણે કહ્યું, કર્મનાં પરિણમે વિચિત્ર હેય છે. શાસનની અવહેલના ન થાય માટે તારે તપ-સંયમમાં વધુ પ્રયત્ન કરવો જોઈએ. મેં પણ ગુરુજીની પ્રેરણું પામી સુંદર ભાવના ભાવી. તેથી ચિત્ત વિશુદ્ધ બન્યું. મેહ વિલીન થયે. આત્મા ઉત્તમ ધ્યાનમય બની ગયે. કર્મ રાશિ હચમચી ગઈ. અપૂર્વકરણ થયું. જીવ વીર્ય પ્રગટયું. શુભ પરિણામની વૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy