________________
૧૧૭
પરંતુ આજે અચાનક હમારા મકાનની દીવાલમાં ચીતરેલ મોર પાંખો ફફડાવી નીચે ઊતરી ચાલતે ચલતે હમારી પાસે આવી મુખમાંથી હાર કાઢી પિતાને સ્થાને દીવાલમાં સ્થિર થઈ ગયે. તે પછી આકાશમાંથી દેવે આ તરફ આવવા માંડ્યા. એટલે આ આશ્ચર્ય પૂછવાં હું અહીં આવ્યો .
કેવલજ્ઞાની સાધવીજીએ ફરમાવ્યું. જીવે પોતે કરેલાં અશુભ કર્મ ઉદયમાં આવે ત્યારે જળ પણ અગ્નિ બની જાય છે. મિત્ર પણ શત્રુ બને છે. અને જે શુભ કર્મને ઉદય થાય તે તેનાથી વિપરીત બને છે. જેમકે ઝેર અમૃત બની જાય. દુર્જન સજજન બની જાય, અપયશ પણ થશમાં પલટાઈ જાય છે.
રાજાએ પૂછયું કે, આ કેના કર્મના ઉદયે બન્યું છે? સાધ્વીજી કહે, “હે સૌમ્ય સાંભળો, આ મારા જ કર્મના ઉદયે બન્યું છે, તે તમે બધા સાંભળે.
સાધ્વીજી મહારાજના પૂર્વભવ ભરતક્ષેત્રમાં શંખવર્ધન નામે નગરમાં ધન નામે શેઠ હતા. તેમને ધનપતિ અને ધનાવહ નામે બે પુત્રો અને ગુણશ્રી નામે પુત્રી હતી. તે પુત્રી તે હું પિતે જ હતી. પિતાએ મને પરણાવી પરંતુ મારા પતિ તરત જ મરણ પામ્યા. મને વૈરાગ્ય થશે. અને હું વિવિધ પ્રકારનાં તપ આદિ ધર્માનુષ્ઠાન કરવા લાગી. ત્યાં ચંદ્રકાંતા નામે સાધ્વીજી મહારાજ આવ્યાં. મને ધર્મ સંભળાવ્યું તેથી મેં શ્રાવકેનાં બારવ્રતે સ્વીકાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org