________________
७८
સિદ્ધાચલને સાથી
ત્યાં તેઓએ અજિત શાંતિ સ્તોત્ર બનાવ્યું. તેમાં બને ભગવંતની સ્તવના કરતાં છેલ્લે તે બંને દહેરી દેવતાઈ રીતે પાસે પાસે આવી ગઈ (ર૧) શ્રી અદ્દભુત આદિનાથ-અદબદદાદા :
અહીં વિશાળ ખંડ છે, અને આગળ ઢાંકેલે ચેક છે. ખડમાં પહાડના પત્થરમાં કરેલી વિશાળકાય શ્રી આદિશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઉંચાઈ ૧૮ ફૂટ છે, અને પહોળાઈ ૧૪ ફૂટ છે. વિશાળકાય પ્રતિમાજી હોવાથી અદ્દભુત કહેવાતા પણ શબ્દને અપભ્રંશ થઈ જવાથી અદ્દભુત આદિનાથ દાદાને બદલે અદબદજી દાદા લોકે બેલે છે. આ મંદિર અને પ્રતિમાજી પ્રાચીન છે. તેને ઉદ્ધાર સં. ૧૬૮૬ માં ધર્મદાસ શેઠે કરાવેલ છે. તેને શિલાલેખ દીવાલ પર લગાવેલ છે. તેમાં અદ્દભુત આદિનાથ લખેલ છે. મન મુગ્ધ કરે તેવી આશ્ચર્યકારી આ રમ્ય પ્રતિમા છે. વિધિવિધાનથી તેને પૂજનીય બનાવી છે.
પ્રતિમાની પ્રક્ષાલપૂજા અને નવે અંગની પૂજા કરવાનો દિવસ દાદાની પ્રતિષ્ઠાને વૈ. વ. ૬. સા દિવસ નક્કી કર્યો છે. (રર) ચિલ્લણ તલાવડી :
[આ સ્થળ છ ગાઉની યાત્રામાં આવે છે.]
ભરત મહારાજા જયારે સંઘ લઈને નીકળેલા ત્યારે ચિલણમુનિ નામે એક તપસ્વી સાધુ ભગવંત સાથે. હતા. માર્ગે ચાલતા શ્રી સંઘના અનેક યાત્રકે તૃષાતુર થઈ ગયા. તેઓએ ચિલ્લણ મુનિને પ્રાર્થના કરી કે તૃષા લાગવાથી અમારા પ્રાણ ચાલ્યા જાય છે.
ચિલ્લણ મુનિએ સંઘને આકુલવ્યાકુળ થયેલો જોઈ પિતાની તપલબ્ધિ વડે ત્યાં પાણી કાઢયું. સંઘના થાત્રિકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org