________________
સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગે
અંતે બીજી રકમ ઉમેરી સિદ્ધાચલજી ઉપર સવા–સેમ નામની મુખજીની ટૂંક કરાવી. (૧૯) પાંડેઃ
[સવા સોમની ટુંકમાંથી પાછલી બારી બહાર નીકળો ચાર-પાંચ પગથિયાં ચઢતા પાંડવોનું દહેરાસર આવે છે.] - પાંડુરાજાના પુત્ર પાંડવે રાજ્ય કરતા હતા. કૌ સાથે જુગાર રમતા બધું જ હારી ગયા. પાંડવોને શરત મુજબ વનવાસમાં જવું પડ્યું. વનવાસ પુરો થયા પછી કૌરવ પાંડનું યુદ્ધ થયું. કૌરેનો નાશ થયો. પાંડવો રાજ્ય ઉપર આવ્યા અને શત્રુજ્યને બારમો ઉદ્ધાર કરાવ્યા.
શ્રી કૃષ્ણનું જંગલમાં કરુણ મૃત્યુ સાંભળી તેમનો આના કકળી ઉઠશે. યુદ્ધના સંહારનું પણ અંતર દુઃખ તે હતું જ. સંચમ ગ્રહણ કર્યો. કાળક્રમે અભિગ્રહ લીધે કે હવે નેમિનાથ ભગવંતના વંદન કર્યા પછી જ આહારપાણી લેવા. રસ્તામાં સમાચાર મળ્યા કે ભગવંત નિર્વાણ પામ્યા. - શત્રુજ્ય પર આવી અનશન કર્યું અને આસો સુદ પૂનમે ૨૦ કરોડ મુનિ સાથે મોક્ષે ગા. (ર૦) અજિતશાંતિની દહેરી :
છીપાવસહી ટુક ઉપર અજિતનાથ-શાંતિનાથ દહેરી જોડા જેડ આવેલી છે. વડીલો પાસેથી સાંભળ્યા મુજબ પહેલાં અજિતનાથ-શાંતિનાથની દહેરી સામ સામે હતી.
નમિનાથ નેમિનાથના આંતરામાં થયેલા મહામુનિ શ્રી નદિષેણ જ્યારે અહીં દર્શનાર્થે પધાર્યા ત્યારે વિચારે છે કે જે હું અજિતનાથ સ્વામીને વંદન કરું તે શ્રી શાંતિનાથને પૂંઠ પડે છે. અને શ્રી શાંતિનાથને વંદન કરું તે શ્રી અજિતનાથને પૂઠ પડે છે. હવે શું કરવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org