SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળો-પ્રસંગો ૭૯ પણ પોતાની તૃષા શાંત કરી સ્વસ્થ થયા. ત્યારથી એ સરોવર ચિલ્લણ તલાવડી” તરીકે ઓળખાય છે. આરાધક આત્મા ત્યાં નવ લેગસને કાઉસ્સગ્ગ કરે છે. (૨૩) શાંબ પ્રદ્યુમ્નની દેરી : [આ સ્થળ છ ગાઉની યાત્રામાં આવે છે. તે ભાડવાના ડુંગર નામે ઓળખાતા ગિરિરાજના એક ભાગ ઉપર આવેલ છે.] શાંબ અને પ્રદ્યુમ્ન બંને શ્રી કૃષ્ણ મહારાજાના પુત્રો હતા. શ્રી નેમિનાથ ભગવંતને ઉપદેશ સાંભળી તેઓએ સંયમ અંગીકાર કર્યો. આ ગિરિરાજ પર આરાધના કરતા કરતા ફાગણ સુદ ૧૩ના દિવસે સાડા આઠ કરોડ મુનિરાજ સાથે મેક્ષે ગયા. તે જણાવનારું આ સ્થળ છે. - યાત્રિ કેને માત્ર એક જ દિવસે ફાગણ સુદઃ ૧૩] આ છ ગાઉની યાત્રા ખુલ્લી થાય છે. આરાધ કે અહીં ચિત્યવંદન કરે છે. (૨૪) દેવકીષ, નંદનની દેરી : [છ ગાઉની યાત્રા માટે રામપળના દરવાજામાંથી બહાર નીકળીએ ત્યાં ટેકરી ઉપર આ દેરી આવેલ છે.] આ દેરીમાં દેવકીના છ પુત્રની પ્રતિમા છે. કરો દેવકીના સાત ગભોના બાળકોને માગી લીધા હતા કારણ કે સાતમે ગર્ભ તેનો મારનાર થવાનું હતું. પહેલા છે એ પુત્રોને જીવતા મૂકી દીધા હતા. આ છ એ ભાઈઓએ કમે દરીને દીક્ષા લીધી હતી. એક વખત બબ્બેની ત્રણ જેડીમાં ગોચરી નીકળેલા છ એ ભાઈએ દેવકીને ત્યાં અનાયાસે ભેગા થઈ ગયા ત્યારે દેવકી એ જાણ્યું કે આ છે એ તેના જ પુત્ર છે. પુત્રને પણ ખબર પડી કે કંસના ભયથી આ બન્યું છે. તેથી તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થતા ગિરિરાજ ઉપર આવ્યા. અનશન કરી મે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005166
Book TitleSiddhachal no Sathi Bhav Yatra Sahit
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy