________________
સિદ્ધાચલને સાથી
શુદ્ધાતમગુણરમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહને જસ અભંગ. ૭૩ રાયણવૃક્ષ સેહામણું, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમયે, સેવે સુર નર રાય. ૭૪ પગલાં પૂછ ઋષભનાં, ઉપશમ જેહને ચંગ તે તીર્થેશ્વર પ્રણમિયે, સમતા પાવન અંગ. ૭૫ વિદ્યાધર જ મિલે બહ, વિચરુ ગિરિવર શૃંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢતે નવરસ રંગ. ૭૬ માલતી મોગર કેતક; પરિમલ મેહે ભગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજે ભવી જિનઅંગ. ૭૭ અજિત જિનેશ્વર જિહાં રહ્યા, ચોમાસુ ગુણ ગેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિ જિનેશ્વર સેલમા, સેલ કષાય કરી અંત, તે તીર્થેશ્વર પ્રમિયે, ચાતુર્માસ રહેત. ૭૯ નેમ વિના જિનવર સવે, આવ્યા છે જિણે ઠામ, તે તીથેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિજિન અંતરે અજિત શાંતિસ્તવ કીધ; તે તીથેશ્વર પ્રણમિયે, નદિષેણ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ; તે તીથેશ્વર પ્રણમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીથેશ્વર પ્રણમિયે, દુંદુભિ માદલ વાદ. ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org