________________
ચાવીસ જિન સ્તુતિ
[ ૮૯ જે શાસનેશ્વર તણે ઉપકાર પામી, પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી.
[૪૪૦] મળ્યા આજે માશ, ભવ ભવ તણું પુણ્ય ઉદયે, સમુદ્ધર્તા સ્વામી ત્રિજગ જગના કંઈક સમયે, મને આપી જ્ઞાના-દિક ગુણ ગણું કિંકર નકી, મહાવીર સ્વામી ચરમ જિન તારો ભવ થકી.
[૪૪૧] પીધાં છે ઉપસર્ગના વિષે તમે તે એ અમીને દીધાં, ડંખે નાગ પ્રચંડ એ ચરણમાં આપી ક્ષમા તારતા, મુઠી ચંદન બાલાના અડદને તેને ઉગારી તમે, તાર્યા કૈક ને દઈ સદ્દગુણ તે વીર ! તારે મને
[૪૨] શ્રી સિદ્ધાર્થ નરેદ્રના કુલનભે ભાનુ સમા છે વિભુ, મારા ચિત ચકેરને જિન તમે છો પૂર્ણ ચંદ્ર પ્રભુ, પામે છું પશુતા તજી સરપણું હું આપની ઘર્મથી, રક્ષે શ્રી મહાવીર દેવ મુજને પાપી મહાકર્મથી.
૪૪૩ સંગમ તણા ઉપસર્ગ સુણતા ભવ્યના હૈયા સુના, તસ કર્મને વિપાક દેખી વીરને આંસુ ઉના, કરૂણ નિધાન વીર નિત નમું જે કરે મુજ અઘહર, વંદન કરું ધરી ભાવ દિલમાં વર્ધમાન જિનેશ્વર, નેમિનાથ પસાયથી સ્તુતિ રચી શુભ બંધ મેં જે કર્યો, તે શુભ બંધ થકી પ્રભુજી કરજે, દર્શન સમાધિ ભર્યો, તિહ કાલે જે ભવ્ય ભાવ ધરીને, તુજ ભક્તિ માંહે રમે, ત્રિવિધ તસ અનુદતે ફરી ફરી, સાગર સુધર્મ નમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org