________________
૮૮ ]
વીતરાગ સ્તુતિ સંચય (૨૪) શ્રી મહાવીર પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૪૩૪]. સહસ્ત્ર સત ગુણ શેભતે પ્રભુ સહસ્ત્ર નામ ભણંતજી, અપર જગમેં વીર ભણિતે મહાવીર કહતજી, બધંત બઘતે સુખ બધે કુલ, વર્ધમાન જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા, જપે નિત પરમેશ્વર.
[૪૩] જાશો પ્રભુના તમે ત્યાં જનગણ વિનવે આવશે દુ:ખ ભારે, તેરે ચરણે જ માંડ્યા ભયજનક વને આપ જ્યાં દેહ બાળે, દેખી વિષ નાગ ડંચે તુમ ચરણકજે આંખ કોધે તપાવી, આપી ઉપદેશ મઠે મધુર વચનથી દેવ દીધે બનાવી.
[૪૩૬] ઝુકાવું છું પ્રેમે તુજ ચરણમાં શીશ મુજનું, થઈ ભૂલે જે છે ગત જનમમાં માફ કર તું, વળી વંદી યાચું ભવ ભવ મને આપ મળજે, થશે ભૂલે આગે અબુધ શિશુની વીર ખમજો.
લાગે મીઠી ગુણગણ ભરી વીર તારી જ વાણી, પામી ભવ્ય ભવજલતરી પામતા મુક્તિ રાણી, વેઠયાં કષ્ટો દુઃખકર ઘણા નાથ તે એક ધ્યાને, બાળી આઠે કરમમલને મોક્ષ પામી ગયા રે.
[૪૩૮] આશ્ચર્યકારી વિભાવે સંયુક્ત રૂડા મહાનંદ સરે સુહંસ, શ્રીમદ્દ મહાવીર જિનેશનેરે, હે વંદના ભાવભરી ત્રિકાલ.
[૪૩૯] સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વંદે, આનંદકારક સદા ચરણારવિંદે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org