________________
ચોવીસ જિન સ્તુતિ
| [૩૯] નિસંગદાન્ત ભગવંત અનંત જ્ઞાની, વિશ્વપકાર કરુણાનિધિ આત્મધ્યાની, પંચેન્દ્રિયે વશ કરી હણ કર્મ આડે, વંદો જિનેન્દ્ર મુનિ સુત્રત તેહ તારે.
દયા લાવી અ, સુર સહિત આવ્યા ભૃગુપુરે, ઉગાર્યો આવીને પ્રવર ઉપદેશ પ્રભુ તમે, હઠાવી કર્મોને પરમ પદ પામ્યા જગ ધણી, મને અર્પે સેવા મુનિ સુવ્રત દેવા ચરણની.
૪૦૧] આવી રૂડી મનહર છબી કયાંય બીજે ન ભાળી, કેવી દીસે અમૃત ઝરતી ગમુદ્રા છે ધારી, આ મંધેરી અવસર ઘડી સ્વર્ગ લાગે ન સારું, માંગુ મુનિ સુવ્રત પ્રભુજી ભવ દર્શ તારું.
અજ્ઞાનાંધ કૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેને અષ્ટ પ્રકારના કઠણ જે કર્મો બધાં તે દહ્યા, જેની આત્મ સ્વભાવમાં રમણતાં જે મુક્તિદાતા સદા, એવા તે મુનિ સુવ્રતને નમીએ જેથી ટળે આપદા.
[૪૦૩] ગણિ ગૌતમ ગુણ ગાતા તીર્થ ભરૂઅચ્છ રંજનં, સુવત જિનનું તીર્થ મોટું, ભવિક દુઃખ સવિ ભંજન, તુજ આણ જીવ જે આચરે તસ કર્મ હાસકર વાં, વંદન કરું ધરી ભાવ દિલમાં મુનિ સુત્રત જિનેશ્વરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org