________________
વીસ જિન સ્તુતિ
[ ૭૯ [૩૮૯] નિત્ય કરી કવલ ક્ષેપન કંઠ સુધી, ષમિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ, ઉદ્યાન મેહનગૃહે રચી હેમ મૂર્તિ, મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કીતિ.
[૩૯] જે કામધેનુ સુરવૃક્ષ થકી વધારે, આપે સુખો ભવિક ચિત વિષાદ હારે, તે મલ્લીનાથ વિભુ બાળથી બ્રહ્મચારી, લેજો નમુ ભવથો નાથ મને ઉગારી.
[૩૧] આવ્યાતા નૃપ ચાર જે પરણવા દીધા તમે બોધને, નારી છે અશુચિ ભણી ગટર એ પ્રત્યક્ષ દેખાડીને, તાર્યા પૂર્વતણા સખા સકલને હે બ્રહ્મચારી વિભો, હુંયે મલિજિનેશદાસ તુમસે તારે મને હે પ્રભો.
[૩૯૨] તાર્યા મિત્રે અતિ રૂપવતી સ્વર્ણની પુતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બેધના થાય જેથી, સચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ જિનપતિ મને આપજે એવી સારી.
[૩૩] મિથિલા નરેસર કુંભ નરપતિ પ્રિયા તસ પ્રભાવતી, મલ્લી જિનેસર જનમ દેતા તિહુ લોક પ્રકાશતી, ભક્તિ નતિ થતિથી સુખી તિર્યંચ નરક નરામ, વદન કરું ધરી ભાવ દિલમાં મલ્લીનાથ જિનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org