________________
ચોવીસ જિન સ્તુતિ
[ ૭૩ [૩૫૯]. શ્રી તીર્થનાયક થયા વળી ચકવતી બંને લહી પદવીએ ભવ એકવતી જે સાર્વભૌમ પદ પંચમ ભોગવીને, તે સળમાં જિનતાણું ચરણે નમીને.
ષટ્રખંડ ભૂમિપતિ પંચમ ચકવતી, ભવ્ય તણું પરમ તારક ધર્મ મૂર્તિ, સેવા મને ભવ ભવે મળજે તમારી, શ્રી શાંતિનાથ સુણજે વિનંતિ અમારી.
[૩૬૧] છે પુષ્યોના સમુહ અતિશે આપનામાં સમાયા, કેઈ જન્મ નર સુર થઈ સ્વર્ગને સુખ પાયા, આવી ગભે સકળ જનના દુઃખ દીધાં નિવારી, એવા શાતિ જિનવર તણી ભવ્ય મુદ્રા નિહાળી.
[૩૬૨] જાણ્યા જાયે શિશુ સકળના લક્ષણ પારણાથી, શાંતિ કીધી પણ પ્રભુ તમે માતાના ગર્ભમાંથી, ષટ્રખંડને નવનિધિ તથા ચૌદ રત્ન તજીને, પામ્યા છે જે પરમપદને આપજે તે અમને.
[૩૩] શાંતિ કારી શાંતિ દાતા શાંતિ મુજને આપજે, રત્નત્રયી આરાધો રહું એવી શાંતિ આપજે, તારી કૃપાથી સદા બનું સવિ જીવને શાંતિકર, વંદન કરું ઘરી ભાવ દિલમાં શાંતિનાથ જીનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org