________________
વીતરાગ સ્તુતિ સંચય (૧૩) શ્રી વિમલનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
[૨૪] જે વિમલ મનસા કરી આરાધે વિમળ અક્ષત પુજાહી, ધરિ ગંધ ધૂપ નૈવેદ્ય દીપક કરે આરંત કુંજ હિ, મન વચન કાયા શુદ્ધ કરી નમું વિમલનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરે પૂજા જપે નિત પરમેશ્વર.
[૩૨] સેહે ત્રિગડું મજાનું કનક રતનનું દેવ ઈન્દ્ર રચેલું, માહે જિન શોભતાં રે વિકસિત નયને તત્વ હૈયે ભરેલું, કાયા ખુશબ ભરેલી ભવિ મન હરતી ચિત્તને ઠારનારી, આપે દુઃખડા નિવારી વિમલ વિમલતા વિશ્વને જાણનારી.
[૩૬] વિભો પૂર્વેના મેં તવ વચનને કર્ણ ધરિયા, ડૂબી જાઉ તેથી ભવ ઉદધિમાં જ્ઞાન દરિયા, ગ્રહી ને પ્યાસ કર યુગલથી આજ મુજને, વિનંતી સ્વીકારી વિમલ સરખે મોક્ષ અમને.
[૩૨૭] આવે મીઠી અનિલ લહરી નાથ રત્નાકરેથી, આપે મેતી જલનિધિ સદા નાથ એ અંતરેથી, ગાજે મીઠા નિત નવનવા, નાદ મીના કરેથી, પાયે હું તે વિમલ ગુણને આજ તારી કનેથી.
છે વિશ્વકેરા મન તેને રે ચેર્ખ બનાવ અતિ હેતુ ભૂત, એ નિર્મળી ચૂર્ણ સમી સુવાણ, પામે જયશ્રી વિમલ પ્રભોની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org