________________
ચાવીસ જિન સ્તુતિ
[૩૧૯] સ્વને ચતુર્દશ લહે જિનરાજ માતા, માતંગને વૃષભ સિંહ સુલમી દાતા, નિધૂમ અગ્નિ શુભ છેવટ દેખીને તે, શ્રી વાસુપૂજ્ય પ્રભુતા શુભ સ્વપ્નથી તે.
[૩૨૦] સદધ્યાનથી દૂરત સર્વહિણી વિરાજે, જે મુક્તિમાં સમય આદિ અનંત ભાવે, આત્મસ્વરૂપ રમતાં સુખ આપજેને, શ્રી વાસુપૂજ્ય જિનદેવ દયા કરોને.
[૩૨૧] જે ચકિથી કઠિન કર્મો ભેદતા પાર નાવે, અસ્ત્ર શસ્ત્રો સફલ ન બને ઈંદ્રને ત્રાસ થાવે, જે દુખના શશીતણી સુધા, ટાળતી મેઘ ધારા, જાયે કર્મો તુજ દરશણે વાસુપૂજ્ય અમારા.
[૩૨] જે ભેદાય ચકથી ન અસિથી કે ઈંદ્રના વજથી, એવા ગાઢ કુકમ હે જિનપતે, છેદાય છે આપથી, જે શાંતિ નવ થાય ચંદન થકી, તે શાંતિ આપો મને, વાસુ પૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને.
[૩૨૩] વસુ પૂજ્ય સંત મુખ નીરખતા આનંદ ઉદધિ ઉછળે, પાવન બને નિજ દેહડી, સંતાપ તાપ દરે ટળે, એક મને આરાધતા, જીવ લહે કેવલ દિનકર, વંદન કરું ધરી ભાવ દિલમાં, વાસુ પૂજ્ય જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org