________________
ચોવીસ જિન સ્તુતિ
[૩૨૯] જે પ્રતિ હેય શુભ આઠ અશોક વૃક્ષે, વૃષ્ટિ કરે કુસુમથી સુર નાદ દક્ષે, બે ચામરો શુભ સુખાસન ભાસ્કરો તે, છે છત્ર હે વિમલનાથ સુદુંદુભી તે.
[૩૩] જેની સુણી કાતક ચૂર્ણ સમાન વાણી, પ્રાણ તણું વિમલ થાય વિચાર વારિ, જેથી ટળે ભવ ભયે સુખ શાંતિ થાયે, નિત્યે નમું વિમલનાથ જિનેન્દ્ર પાયે.
[૩૩૧] આ સંસારે મલિન કરતાં મોહ રૂપી શિયાળો, પાખંડીના અવનવ રૂપે થાય મિથ્યા વિચારે, તૃષા યાસે મૃગજલ ભણે દેટ દીધી અપારી, વર્ષ રૂપે વિમળ જિનજી આજ પામ્ય સુકાની.
[૩૩] જેવી રીતે વિમલ જળથી વસ્ત્રને મેલ જાય, તેવી રીતે વિમલ જિનના ધ્યાનથી નષ્ટ થાય, પાપ જૂના બહુ ભવ તણું અજ્ઞતાથી કરેલા, તે માટે હે જિન તુજ પદે પંડિત છે નમેલા.
[૩૩૩] નામે વિમલ કામે વિમલ વળી ભક્તને કરતાં વિમલ,
પાટ ચાર ગતિ હરી જે સિદ્ધિ સુખ આપે વિમલ, તુજ ચરણ કપલની સેવા કરતા બનુ હું ઈશ્વર, વંદન કરૂં ધરી ભાવ દિલમાં વિમલનાથ જીનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org