________________
વીતરાગ સ્તુતિ સંચય
મઘમઘ થતા ગશીર્ષ ચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દેવપુષ્પની માળા ગળે આપતા, કુંડલ કડાં મણમય ચમકતાં, હર મુકુટે શોભતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
ને શ્રેષ્ઠ મેરલી વિણ મૃદંગતણું ધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીએ સ્વર્ગની, હર્યુંભરી દેવાંગનાઓ નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
જયનાદ કરતાં દેવતાએ હર્ષને અતિરેકમાં, પધરામણિ કરતા જનેતાના મહાપ્રાસાદમાં, જે ઈન્દ્રપરિત વસુધાને ચૂસતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૮] આહાર ને નિહાર જેના છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના અંગને સ્પર્શે નહી, સ્વધેનુ દુગ્ધ સમાં રુધિરને માંસ જેના તન મહી, એવાં પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
મંદાર પારિજાત સૌરભ શ્વાસને ઉચ્છવાસમાં, ને છત્ર ચામર જય–પતાકા સ્તંભ જવ કરપાદમાં, પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક લક્ષણે જ્યાં શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org