________________
અરિહંત વંદનાવલી
[૧૦] દેવાંગનાઓ પાંચ આજ્ઞા ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે કૃતકૃત્યતા અનુભાવતી, વળી બાલક્રીડા દેવગણના કુંવરો સંગે થતી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૧૧] જે બાલ્યવયમાં પ્રૌઢજ્ઞાને મુગ્ધ કરતાં લોકને, સોળે કળા વિજ્ઞાન કેશ સારને અવધારીને, ત્રણ લેકમાં વિસ્મયસમાં ગુણરૂપ યૌવન યુક્ત જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૧૨] મિથુન પરિવહથી રહિત જે નંદતા નિજભાવમાં જે ભેગકર્મ નિવારવા વિવાહ કંકણ ધારતા, ને બ્રહ્મચર્ય તણે જગાવ્યા બાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાગ ભાવે હું નમું.
[૧૩] મૂચ્છ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભેગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્ય નીતિથી પ્રજા સુખચેનમાં, વળી શુદ્ધ અયવસાયથી જે લીન છે નિજભાવમાં એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
[૧૪]. પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે સહજવર વિરાગવંત, ને દેવલોકાંતિક ઘણું ભક્તિ થકી કરતા નમન, જેને નમી કૃતાર્થ બનતાં ચાર ગતિના જીવગણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org