________________
વીસ જિન સ્તુતિ
[ ૬૧ [૨૯] જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર નહિ લવલેશ ત્યારે, ઈતિ ઉપદ્રવ દુકાલ તે દૂર ભાજે, નિત્ય કરું નમન શીતલનાથ આજે
[૩૦] જે મુક્તિમાં જઈ વસ્યા પ્રભુ દેહ ત્યાગી, જેના નામે ચરણ પંકજ સર્વ પ્રાણી, સેવા મળે સતત શીતલનાથ કેરી, છે ભાવના મન વિષે દિનરાત એવી.
[૩૦૧] શોભે આભ દિનકર કહે નૃપતિ પુર કેવા શેભે હસે સર સરસમાં આપ છે નાથ તેવા, જે ભાગ્યેથી ચરણ યુગલે પામતા દેવ એવા, તે માંગુ છું શિતલ જિન આપ જે નિત્ય મેવા.
[૩૨] આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલ જિનની જાણીને હર્ષ આણી, નિત્યે સેવે મન વચનને કાયથી પૂર્ણ ભાવે, કાપી અંતે દુરિત ગણને પૂર્ણ આનંદ પાવે.
[૩૦૩] નંદા માતને નંદને જે કરે લેક નિરંજન, નિરખી રહી મુજ આંખડી તબ કરે શીતલ અંજન, વિષય કષાયે તપ્ત જીવને, સદા તું શીતલ કર, વંદન કરું ધરી ભાવ દિલમાં શીતલનાથ જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org