________________
[ ૫૯
ચોવીસ જિન સ્તુતિ
- [૨૮૯] વૈરી વિરોધ સઘળા જન ત્યાં વિચારે, મિથ્યાવિ વિનયી વાક્ય મુખે ઉચ્ચારે, વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિ જન ગર્વ છાંડે.
[૨૯] દેખી જિનેન્દ્ર તુજ મૂર્તિ અમી ભરેલી, જેની મળે ન ઉપમા જગમાં ભલેરી, મારું અને હૃદય નિર્મળ નીર જેવું, તેવું કરો સુવિધિનાથ ને જન્મ લેઉં.
[૨૧] જે નિ:સંગ તમે કહે શિદ અને ત્રિલોકના નાથ હે, છે રાગી પ્રભુ જ્ઞાનના તિમિરના દ્રષી તમેને કહે, જે રક્ષા કરનાર છે જિન તણું તે દંડ હાથે નથી, જે નિર્ભય છે તે પ્રભુ સુવિધ નાઠા શું સંસારથી.
[૨૧] સેવા માટે સુર નગરથી દેવને સંઘ આવે, ભક્તિ ભાવે સુગરિ પરે સ્નાત્ર પૂજા રચાવે, નાટયા રંગે નમન કરીને પૂર્ણ આનંદ પાવે, સેવા સારી સુવિધિ જિનની કણને ચિત્ત નાવે ?
[૨૯૩] ચારિત્રની આરાધના જે સુવિધિની સાથે થતી, સુવિધિ પ્રભાવે નિશ્ચયે તે જીવ જાતી દૂર ગતિ, ચારિત્ર પાલન સુવિધિ સાથે હેજે મુજને દિલધર, વંદન કરું ધરી ભાવ દિલમાં સુવિધિનાથ જિનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org