________________
ચોવીસ જિન સ્તુતિ
[ ૫૫ [૨૬૯] સેવા કરે યુગલ યક્ષ સુહેકરોને, વિંઝે ઘરી કર વિશે શુભ ચામરને, વાણું સુણે સરસ જોયણ એક સારી, વંદુ સુપાર્શ્વ પુરુષોત્તમ પ્રીતિકારી.
[૨૭૦] સંસારમાં રખડતા બહુકાળ મારે, એળે ગયે પ્રવર ધર્મ લહયે ન તારે, આજે મળે પ્રભુ કદી નવ નેહ છોડું, સેવા સુપાર્શ્વજિનની કરી કર્મ તેડું.
[૨૭૧] મારે શું બહું ફાળ તેય કપિ જે આદિત્યને મેળવે, કીડી નાનકડી કદી ચઢી શકે, મેરુ તણું ટેરવે, શું કે સાગરને કદાપિ સીમાં, લાવી શકે માનવી, ના એ શક્ય નથી સુપાર્શ્વ ગુણ સૌ ગાઈ શકે જે કવિ.
[૭૨] આખી પૃથ્વી સુખમય બની આપને જમકાળે, ભવ્ય પૂજે ભયરહિત થઈ આપને પૂર્ણ વ્હાલે, પામે મુક્તિ ભવ ભય થકી જે સમરે નિત્ય મેવ, નિત્ય વંદુ તુમ ચરણમાં શ્રી સુપાલ દેવ.
[૨૭૩] ચારે નિક્ષેપ નામ સ્થાપના દ્રવ્ય ભાવે તારતા, દર્શન થકી દર્શન દેઈ મિશ્યામતિથી ઉગારતા, દર્શન દે એવું પ્રભુ જેથી બનું હું અવિનશ્વર, વંદન કરું ધરી ભાવ દિલમાં શ્રી સુપાસ જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org