________________
વીશ જિન સ્તુતિ
[ ૪૯ [૨૩૯] છે શ્વાસ અંબુજ સુગધ સદા પ્રમાણે આહાર ને તુમ નિહાર ન કઈ જાણે, એ ચાર છે અતિશયે પ્રભુ જન્મ સાથે, વંદુ હંમેશ અભિનંદન જોડી હાથે.
[૨૪] સંસાર સાગર વિષે ભમતા જનેને, છે આપનું શરણ એક જ તારવાને, અપી સુધ ભવથી અમને ઉગારે, ચોથા જિનેશ વિનતિ ઉરમાં ઉતારો.
[૨૪૧] મારા હૈયારૂપ નભ વિશે ભાન જેવા તમે છો, ચોથા સ્વામી પરમ સમતા જ્ઞાન ધ્યાને રહે છે, ભાગે આગે તિમિર સઘળાં આપની દૃષ્ટિ એવી, પાપે પુણ્ય દરિશન વિભો આપજે મુક્તિ દેવી.
[૨૪૨] ચોથા આરારૂપ નભવિષે દીપતાં સૂર્ય જેવા, ઘાતી કર્મોરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા, સાચે ભાવે ભવિક જનને આપતા મેક્ષ મેવા, ચોથા સ્વામી ચરણ યુગલે હુ ચહુ નિત્ય રહેવા
ઇણ ચોવીશીમાં અધિકેરી ગણિ સંપદ ધારતા, જસ નામના પ્રભાવથી ભવિ જન્મ રેગ નિવારતા, શરણું સ્વીકારે તાહરું તે જીવના સાવિ દુઃખહર, વંદન કરું ધરી ભાવદિલમાં અભિનંદન જિનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org