________________
વિશ જિન સ્તુતિ
[ ૪૭ [૨૯] વાઘે ન કેશ શિરમાં નખ રેમ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ, છે માંસ શેણિત અહો અતિ વેતકારી, હે સ્વામિ સંભવીશું સંપદ ગાત્ર તારી.
આનંદ મંગળ કરી તુજ મૂર્તિ સાચે, અંભોદધિ નિરખી ભવ્ય મયૂર નાચે, પુણ્ય મળે વિમલ દર્શન આપ કેરા, દૂરે ટળે ત્વરિત સંભવનાથ ફેરા.
[૨૩૧] જાણી લાભ અપારનાથ ચરણે નિદ્રો નમે છે વળી, વંદે સુર અસુરને જનતણ ભાવે સ્તવે છે મળી, હું યે પુણ્ય પસાય થી ભારતમાં પાયે પ્રભો ચાકરી, આપે છે સુખ લહેર સંભવવિભો પ્યાલા સુધાના ભરી.
[૨૩૨] જે શાંતિનાં સુખ સદનમાં મુક્તિમાં નિત્યરાજે જેની વાણી ભવિક જનનાં ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રોની પ્રણયભરતી ભક્તિ જેને ન છાજે, વંદુ તે સંભવ જિનતણું પાદ પડ્યો હું આજે.
[૨૩૩] દુષ્કાળમાં દુખિ થતા જીવની કરૂણા દિલ ધરી, જીન નામ બંધ નિકાચી જેણે દેશના વૃષ્ટિ કરી, અમૃતમય આલંબને જીવ લહે પદ શિવં કરે, વંદન કરું ધરી ભાવ દિલમાં સંભવનાથ જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org