________________
૪૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૧૯૨] વ્યાધી ભર્યો દુઃખ વારિધિ મલમુત્રને કમિવાસ છે, શુચિ વસ્તુપાન વિણસાડતે નિત વિણસ આ દેહ છે, વ્યતિરિક્ત તનથી કર્મ વિણ સુખસદમ તે શુચિ આમ છે, વંદન કરી પ્રભું નિત્યભાવું ભાવના અશુચિવ એ.
[૧૩] અત્રત યોગ કષાયને પ્રમાદને મિથ્યાવની, પરભાવની એ પરિણતિથી કર્મને આશ્રવ કરી, ભવમાં ડુબું પણ ના લહું નિરાસ્ત્રી નિજ રૂપને, વંદન કરી પ્રભુ નિત્ય ભાવ ભાવના આશ્રવનીએ.
[૧૯૪] સુદૃષ્ટિ વિરતિ જ્ઞાનથી સૈ પાપ રાધી સંવરે, શુભથી અશુભને શુદ્ધ ભાવે શુભ નિરોધ છે, ના કર્મ ત્યાં સંવર કહાં પરમાર્થથી એક શુદ્ધ છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સંવરની એ.
[૧૯૫]. કર્મ અણુના ખલન રૂપને હેય સંવર હેતુથી તે નિર્જરના ભેદ બે સ્વકાળને તપ વૃતથી સજ્ઞાન કિયાથી લહે જે નિર્જરા તે પાવના, વંદન કરી પ્રભુ નિત્ય ભાવું નિર્જરા તણી ભાવના.
[૧૯૬] ષટ દ્રવ્યને સમવાયને ત્રણ ભેદથી આ લેક છે, અશુભે નરક તિર્યંચની ગતિ શુભથી નર દેવ છે, સિદ્ધિ લહે નિજ શુદ્ધ ભાવે રૂપ કમ એ લેકનાં, વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના લેક સ્વરૂપ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org